મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

લે બોલો ! ઉત્તર પ્રદેશમાં ૧૦મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઅે ડીજીપીનું નકલી ટ્વિટર અેકાઉન્ટ બનાવ્યું અને ઓપરેટ પણ તે કરતો !

લખનઉઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ધો.૧૦ના ભેજાબાજ વિદ્યાર્થીઅે ડીજીપીના નામનું નકલી ટ્વિટર અેકાઉન્ટ ખોલીને તેનો ગેરઉપયોગ કર્યા બાદ પોલીસે આ વિદ્યાર્થીની અટકાયત કરી હતી.

છેતરપિંડી કેસમાં પોલીસે કાર્યવાહી નહીં કરતા બાળકે ઉત્તર પ્રદેશ ડીજીપી ઓમ પ્રકાશ સિંહના નામથી ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ. બાળકના ભાઇના દુબઇમાં નોકરી મળવાના નામે 45 હજાર રૂપિયા ઠગાઇ કરી લીધા હતા. આ કિસ્સામાં પોલીસની નબળી કાર્યવાહીથી નારાજ હતો.

આ કેસમાં આરોપી અને તેના મિત્રની પોલીસે ફેક એકાઉન્ટ બનાવવાની ફરિયાદમાં ધરપકડ કરી હતી. જો કે, ડીજીપીના આદેશની કડક ચેતવણી બાદ બાળકને છોડી દીધું હતુ.

ડીજીએપીએ જણાવ્યું હતું કે, "અમે બાળક પ્રતિ સુધારાત્મક વલણ અપનાવીને છોડી દીધો છે, કારણ કે તેના વિરુદ્ધ કોઈ પ્રકારની ઍક્શન તેમના ભવિષ્ય પર અસર કરી શકે છે."

ડીજીપી ઑફિસમાં એક મહિના પહેલા દાખલ થયેલી ફરિયાદ બાદ બાળકની આ ચાલાકીની ખબર પડી. સાઇબર સેલે ગોરખપુર જીલ્લામાં ફોનને ટ્રેસ કરવાથી આ સાયબર ફોર્ડની ખબર મળી. આરોપી બાળકના ભાઇને એક વ્યક્તિએ દુબઇમાં નોકરી આપવાના બહાને 45 હજાર રૂપિયા જપ્ત કરી લીધા, ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ કરી પણ કેસ પર કોઈ સુનાવણી ન યોજાઇ. ગૉરખપુર પોલીસના વલણથી તંગ આવીને બાળકે પોલીસને હરકતમાં લઇ આવવા ફેક ટ્વિટર એકાઉન્ટ બનાવવાનો નિર્ણય કર્યો.

બાળકની મહેનત રંગ લાવી અને યુપી ડીજીપીનો આદેશ માનીને આ કેસમાં ગોરખપુર એસએસપી અને લોકલ પોલીસ હરકતમાં આવી ગઇ અને આ મામલે તરત જ એક્શન લેવામાં આવી. પોલીસે બાળકના મોટા ભાઈને બાકી રકમ આપવાનો વિશ્વાસ આપી 30 હજાર રૂપિયાની રકમ પણ પાછી આપી.

જયારે ગોરખપુર એસએસપીએ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડીજીપીને આ માહિતી મળી. ત્યારે ખબર પડી કે ડીજીપી તરફથી આ પ્રકારનો કોઈ આદેશ હતો જ નહી, ત્યારબાદ કેસની વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

(9:19 am IST)