હરિયાણામાં ૧૩ વર્ષની બાળકી ઉપર ૪ શખ્સોનું સામુહિક દુષ્કર્મઃ દિવાલ સાથે માથુ ભટકાવી હત્યાનો પ્રયાસ
ફોટોઃ hariyana 13 varsh ni chokri pr gangrape
યમુના નગરઃ દેશમાં વધતા જતા દુષ્કર્મના કેસમાં વધુ અેક કેસનો ઉમેરો થયો છે. હરિયાણાના યમુનાનગરમાં ૧૩ વર્ષની બાળકી પર ચાર શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ બાદ તેણીનું માથુ દિવાલ સાથે ભટકાવી હત્યાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે. પરિજનોની ફરિયાદ પર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
SHOનાં જણાવ્યાં અનુસાર, પીડિતાની મેડિકલ કરવામાં આવતા માલૂમ થયુ કે, પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે, પીડિતાનાં માથાનાં ભાગમાં ગંભીર ઇજા છે.
આ ઘટના યમુનાનગરનાં જઠલાના કસ્બાની છે. પીડિતા દ્વારા દાખલ ફરિયાદ પ્રમાણે, ઘટના સમયે પીડિતાનાં માતા-પિતા ઘરે ન હતાં. ઘરમાં પીડિતા અને તેનાં ભાઇ બહેન જ હતાં. જોકે તમામ સુઇ રહ્યાં હતાં.
તેજ સમયે કેટલાંક ગુંડાતત્વ ઘરમાં ઘુસી ગયા હતાં અને 13 વર્ષની દીકરીનું અપહરણ કરી તેને એક મંદિર પરિસરમાં લઇ ગાય હતાં. પીડિતાનાં કહેવા મુજબ મંદિરનાં પરિસરમાં બે યુવકોએ તેની ઉપર રેપ કર્યો હતો. જ્યારે અન્ય બે આરોપી આ તમામ ઘટના જોઇ રહ્યાં હતાં.
ગેંગરેપ બાદ જતા સમયે આરોપીઓએ પીડિતાનું માથુ જોરથી દીવાલ પર પછાડ્યુ હતું. જેથી તે બેભાન થઇ ગઇ હતી અને આરોપીઓ ફરાર થઇ ગયા હતાં. પીડિતા જ્યારે ભાનમાં આવી તો તે તેનાં ઘરે પહોંચી હતી અને પરીજનોને આખી આપવીતી કહી હતી.
પરિજનોએ તુરંત જ આખી ઘટના પોલીસને જણાવી હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ ચારેય આરોપીયો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાનાં એક સંબંધીનું કહેવું છે કે તેમની દીકરી હાલમાં સદમામાં છે તેને ન્યાય જોઇએ છે.