મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં મહિલાને જાડી કહીને ટોણો મરાતો અને ડાયટિંગના બહાને ભુખી રખાતીઃ મહિલાઅે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી આપવીતી વર્ણવી

સહારનપુરઃ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીઅે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્નીઅે આપઘાત કરતા પહેલા પોતાના ઉપર ગુજારવામાં આવતા ત્રાસ અંગે વીડિયોમાં આપવીતી વર્ણવી હતી.

આ મામલો સહારનપુર નાનોટા ચોકી વિસ્તારનો છે. અનતમાંઉ ગામ નિવાસી કુંવરપાલે પોતાની દીકરી આરતી ઉર્ફ નીલુ ના લગ્ન 5 ફેબ્રુઆરી 2018 દરમિયાન હરિયાણાના યમુનાનગર ભારોલી ગામ નિવાસી સુરેશ પાલ સાથે કર્યા હતા. કુંવરપાલે જણાવ્યું કે લગ્નના થોડા જ દિવસોમાં તેના સાસરી વાળા તેને હેરાન કરવા લાગ્યા. દહેજમાં એક ગાડી અને 10 લાખ રૂપિય ની માંગણી કરવા લાગ્યા. તેમને જણાવ્યું કે તેમની દીકરીને સાસરી વાળાએ 19 માર્ચે ઘરની બહાર કાઢી મૂકી હતી અને ફોન પર સતત તેનું માનસિક ઉત્પીડન કરી રહ્યા હતા. જણાવવામાં આવે છે કે 18 એપ્રિલે આરતીએ આત્મહત્યા કરી લીધી.

આત્મહત્યા કરતા પહેલા આરતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ રડતા રડતા સાસરીમાં તેમના પર થઇ રહેલા અત્યાચારો વિશે માહિતી આપી રહ્યા છે. તેમને જણાવ્યું કે તેમના પતિના બીજી યુવતી સાથે સંબંધ છે. જાડી કહીને તેનો મજાક ઉડાવવામાં આવે છે અને ડાયટિંગના નામ પર તેને ભૂખી રાખવામાં આવે છે. તેને પાગલ સાબિત કરવાની પણ કોશિશ થઇ રહી છે. આ સંબંધમાં આરતીના પિતા કુંવરપાલે પતિ અભિષેક, અભિષેકના કાકા ધર્મપાલ અને કાકી કિરણબાલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

(5:59 pm IST)