મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર નઝરીન ખાન સામે માદક પદાર્થની હેરાફેરીનો આરોપઃ ૧૪,૦૦૦ મિથામફેટામાઇન ગોળીઓ જપ્ત

ચટગાંવઃ બાંગ્લાદેશની ટોચની મહિલા ક્રિકેટરોમાંની એક નઝરીન ખાનની ૧૪,૦૦૦ મિથામફેટામાઇનની ગોળીઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનામાં નઝરીનને આજીવન કેદની સજા થઈ શકે છે. નઝરીન ખાન મુક્તા ઢાકા પ્રીમિયર લીગમાં રમે છે. તે કોક્સ બજારમાં મેચ રમીને પાછી ફરી રહી હતી ત્યારે પોલીસે તેને અટકાવી હતી અને ચટગાંવમાં બસની તલાશી લીધી હતી.

સ્થાનિક પોલીસ અધિકારી પ્રણવ ચૌધરીએ કહ્યું, "અમારી તલાશી દરમિયાન મિથામફેટામાઇનની ૧૪,૦૦૦ ગોળીઓ મળી આવી, જેને પેકેટમાં રાખવામાં આવી હતી. આ નઝરીન ખાન પર માદક પદાર્થની હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગુનામાં વધુમાં વધુ આજીવન કેદની સજા છે."

(9:20 am IST)