મુખ્ય સમાચાર
News of Monday, 23rd April 2018

કઠૂઆ ઘટનાની ઇફેકટ

કાશ્મીર ખીણમાં આજથી ૯૦ દિ' કોચીંગ કલાસીઝ બંધ

શ્રીનગર તા. ર૩ :.. જમ્મુ-કાશ્મીરના શીક્ષણ મંત્રી સૈયદ અલ્તાફ બુખારીએ ગઇકાલે એક આદેશ બહાર પાડી કાશ્મીર ખીણના તમામ ખાનગી કોચીંગ કલાસીઝોને ૯૦ દિવસ બંધ રાખવા આદેશ કર્યો છે.

કઠૂઆ ઘટના અંગે ન્યાય આપો લઇને ચાલી રહેલ વિદ્યાર્થીઓના દેખાવો જોઇને આ નિર્ણય લેવાયો છે. શીક્ષણ મંત્રીએ આ બાબતે તમામ કલેકટરો-જીલ્લા શિક્ષણાધીકારીઓને પણ કલાસીઝ બંધ રખાવવા આદેશો કર્યા છે. (પ-૮)

(1:01 pm IST)