મુખ્ય સમાચાર
News of Monday, 23rd April 2018

મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને સાર્વજનિક કરવામાં નિયમનું ઉલ્લંઘન નથી :ચીફ જસ્ટિઝ જાતે નક્કી કરે જજ તરીકે રહેવું જોઈએ કે નહીં : કોંગ્રેસ

આ ગંભીર આરોપોની સચ્ચાઇ સામે આવવી જોઇએ. આવું થવું દેશ અને ન્યાયપાલિકાના હિતમાં છે.

નવી દિલ્હી :કોંગ્રેસે કહ્યું કે મહાભિયોગ પ્રસ્તાવની નોટીસ વિવરણને સાર્વજનિક કરવામાં રાજ્યસભાના કોઇ નિયમનું ઉલ્લંઘન થતું નથી કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે, ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ જાતે નક્કી કરવાનું રહેશે કે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ ઉપર કોઇ કાર્યવાહી થવા સુધી જજ તરીકે કામ કરવું કે નહીં.
   કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના ચીફ જસ્ટીસનો બચાવ કરીને ન્યાયપાલિકાએ સર્વોચ્ચ પદનું અપમાન કર્યું છે. કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ કહ્યું હતું કે, જસ્ટિસ મિશ્રા દેશના ચીફ જસ્ટીશ છે. તેમણે પોતાના ખુદને તપાસમાં સહયોગ આપવો જોઇએ. આ તેમના ઉપર આરોપ નથી પરંતુ દેશ ઉપર આરોપ છે. અમે કોઇનું અપમાન કરવા નથી આવ્યા. પરંતુ આ ગંભીર આરોપોની સચ્ચાઇ સામે આવવી જોઇએ. આવું થવું દેશ અને ન્યાયપાલિકાના હિતમાં છે.
   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી નોટિસ ઉપર કાર્યવાહી થઇ રહી છે ત્યા સુધી ચીફ જસ્ટીસએ પોતે જ વિચારવું જોઇએ કે ન્યાયતંત્રમાં કેવી રેતી મદદ કરી શકાય, ચીફ જસ્ટીસનું પદ ખુબ જ ઉંચું હોય છે. આ પદ વિશ્વાસ સાથે જોડાયેલું હોય છે. તેમને પહેલા વિશ્વાસ ઉભો કરવો જોઇએ. તેમને એ વિચારવું જોઇએ કે આ પુરી કાર્યવાહી દરમિયાન જસ્ટીસના રૂપમાં કામ કરવું કે નહીં.
   અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે કોંગ્રેસ અને છ અન્ય વિપક્ષી પક્ષોએ દેશા ચીફ જસ્ટીસ ઉપર ગેરવર્તન અને પદના ઉરુપયોગનો આરોપ લગાવ્યો હતો. આમ તેમના ઉપર મહાભિયોગ પ્રસ્તાવની નોટીસ આપી હતી.
રાજ્યસભાના સભાપતિ એમ વેંકેયા નાયડૂને મહાભિયોગની નોટીસ આપ્યા પછી આ પક્ષોએ કહ્યું હતુંકે, બંધારણ અને ન્યાયંતત્રની રક્ષા માટે તેમને દુઃખી મન સાથે આ પગલું ભર્યું પડ્યું છે. મહાભિયોગ પ્રસ્તાવ ઉપર કુલ 71 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં સાત સભ્ય નિવૃત થઇ ગયા છે. મહાભિયોની નોટીસ ઉપર હસ્તાક્ષર કરનારા સાંસદોમાં કોંગ્રેસ, રાકાંપા, માકપા, ભાકપા, સપા, બસપા અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સભ્યોનો સમાવેશ થાય છે.

(12:00 am IST)