મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

યુપીના પીલીભીત જિલ્લામાં બે સગી બહેનોની હત્યા : પરિવારના જ લોકોના હાથ હોવાની પોલીસને શંકા

ઇંટના ભઠ્ઠામાં કામ કરતી બંને બહેનોનો મૃતદેહ અલગ-અલગ જગ્યાઓથી મળ્યો હતો

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં બે સગી બહેનોની હત્યાનો કેસ સામે આવ્યો છે. હત્યા પછી બંનેનો મૃતદેહ અલગ-અલગ જગ્યાઓથી મળેલ છે.

પોલીસને આશંકા છે કે, બંને બહેનોની હત્યામાં પરિવારના લોકોના હાથ હોઈ શકે છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પીલીભીતના બીસલપુર વિસ્તારમાં એક ઈટના ભઠ્ઠામાં કામ કરનાર બંને બહેનો સોમવારે સાંજથી ઘર બહાર ગઈ હતી પરંતુ મોડી રાત સુધી પરત આવી નહતી.મોડી રાત્રે લગભગ 11:30 વાગે 17 વર્ષિય નાની પુત્રીનો મૃતદેહ ભઠ્ઠાથી સૌ મીટર દૂર રોડ પાસેથી મળ્યો જ્યારે બીજા દિવસે 20 વર્ષિય મોટી છોકરીનો મૃતદેહ એક વૃક્ષ ઉપર લટકેલો મળ્યો હતો

પીલીભીતના પોલીસ અધિક્ષક જય પ્રકાશ અનુસાર, બંને સગી બહેનો ઈટના ભઠ્ઠા નજીકથી મૃતદેહ મળી આવ્યા છે. બંને ઘરથી શૌચ માટે નિકળી હતી, પરંતુ પરત ફરી નહતી. સૂચના મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બીજો મૃતદેહ પણ શોધ્યો હતો. મૃતદ બાળકીઓના ગળા પર ઈજાના નિશાન મળ્યા છે. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો છે.

ઘટના સામે આવ્યા પછી પરિવારની ભૂમિકા સંદિગ્ધ લાગી રહી છે. ઘટના સ્થળથી મળેલા કેટલાક સાક્ષ્યો આ સંદિગ્ધ ભૂમિકાને સ્પષ્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક જ સમયમાં દોષીઓની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ અનુસાર, બંને બહેનો ઈટ ભઠ્ઠા પર પોતાના પરિવાર સાથે કામ કરે છે. છોકરીઓના પિતા નથી, તેમની માં અને ભાઈ પણ ભઠ્ઠામાં જ કામ કરે છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસ પરિવારવાળાઓની ભૂમિકાને જ સંદિગ્ધ માની રહી છે અને છોકરીની માં, ભાઈ અને ભાભીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

ઉપરાંત ભઠ્ઠાના મુનીમ સહિત ત્રણ અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, નાની છોકરીને ગળું દબાવીને મારવાની વાત સામે આવી છે, જ્યારે મોટી છોકરીનું મોત ફંદાથી લટકવાના કારણે થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એસપી જયપ્રકાશે જણાવ્યું છે કે, બંને છોકરીઓના ગળા પર ઈજાના નિશાન છે. પોલીસ અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી પ્રથમ દ્રષ્ટિએ દૂષ્કર્મની વાત સામે આવી નથી પરંતુ ફોરેન્સિક તપાસ માટે નમૂના મોકલવામાં આવ્યા છે અને તે રિપોર્ટ આવ્યા પછી કંઈક સ્પષ્ટ થઈ શકશે.

ભઠ્ઠા માલિક અલી હસને આ ઘટનાની તપાસ પોલીસને આપી હતી. મંગળવારના દિવસે પોલીસના પહોંચ્યા પછી મૃતદેહને વૃક્ષ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો અને પછી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

પોલીસ તે વાત ઉપર પણ આશંકા વ્યક્ત કરી રહી છે કે, છોકરીઓ ગુમ થઈ ગઈ અને તે રાત્રે જ એક છોકરીની લાશ મળ્યા છતાં પરિવારજનોએ પોલીસને સૂચના આપી નહતી.

(10:58 pm IST)