મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

તામિલનાડુ ધારાસભા ચૂંટણી પૂર્વે ડી.એમ.કે.ની મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન : 15 વર્ષ જુના ઈવીએમ મશીન દૂર કરાવો : 2001 ની સાલથી વપરાતા આ મશીનો આધુનિક ટેક્નોલોજીથી વંચિત હોવાનો અભિપ્રાય

તામિલનાડુ : રાજ્યના સૌથી મોટા વિરોધ પક્ષ ગણાતા દ્રાવિડ મુન્નેત્ર કડગમ ( ડી.એમ.કે. ) એ તામિલનાડુમાં 7 એપ્રિલના રોજ યોજાનારી ધારાસભાની ચૂંટણીઓ પૂર્વે મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

જે મુજબ પાર્ટીએ 15 વર્ષ જુના ઈવીએમ મશીન દૂર કરાવવા માંગણી કરી છે.જેના કારણમાં જણાવાયા મુજબ 2001 ની સાલથી વપરાતા આ મશીનો આધુનિક ટેક્નોલોજીથી વંચિત  છે.તેમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ નથી.

વિશેષમાં પિટિશનમાં જણાવાયા મુજબ સ્ટ્રોંગ રૂમમાં પડેલા ઈવીએમ મશીનની સિક્યુરિટી ચૂંટણી પહેલા અને પછી જાળવવી જરૂરી છે.વોટર્સ રૂમમાં પણ વિવિપેટની સુવિધા તથા સીસીટીવી કેમેરાની સુવિધા હોવી જરૂરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)