મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

હૈદ્રાબાદ ખાતે તેલંગાણા સ્ટેટ કો.ઓપરેટીવ બેંક -નાફસ્કોબના

ચેરમેન રવિન્દ્ર રાવ, એમ.ડી.મુરલીધરન સાથે દિલીપ સંઘાણીની મુલાકાત

અમરેલી,તા. ૨૪: બેકીંગ મેનેજમેંન્ટ, બેંકીંગ ટેકનોલોજી, સાયબર સિકયુરીટી, ગ્રામીણ યોજનાઓ અને તેનો વિસ્તાર, બિઝનેસ વિવિધતા, ગવર્નન્સ ટેકનોલોજી વિગેરેનો ઉપયોગ સહકારી પ્રવૃતિ માટે ચાવીરૂપ ભૂમિકા નાણાકીય વ્યવસ્થાપન અને આગોતરી વ્યવસ્થા અંગેની ચર્ચા વિચારણા સાથે હૈદરાબાદના પ્રવાસે રહેલ એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણીએ તેલંગાણા સ્ટેટ કો.–ઓપરેટીવ બેંક અને નાફસ્કોબના ચેરમેન રવિદ્ર રાવ, મેનેજીંગ ડીરેકટર મુરલીધરન સાથે મહત્વપૂર્ણ મૂલાકાત યોજાયેલ જેમા ખેડૂતોને વધુમા વધુ લાભો અપાવવા સહિતની બાબતોપર ચર્ચા–વિચારણા કરી હતી.

બેઠકમા ભાગ લેતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે ટેકનોલોજી ગ્રામીણ વિકાસ માટે નાણાકીય જરૂરીયાત, નાણાકીય વ્યવહારોની સલામતી–સુરક્ષા, શોર્ટ ટર્મ કો.ઓપરેટીવ ક્રેડિટ સ્ટ્રકચર, ગ્રાહક હિતો વિગેરે માટે જાગૃતતા અને સતર્કતા જરૂરી હોવા સાથે સહકારના માઘ્યમનું વધુમા વધુ વળતર દેશના ખેડૂતોને મળે અને તેલંગાણા–ગુજરાતની સહકારી પ્રવૃતિના તાલમેળને વધુ અસરકારક, ગ્રામીણ સહકારી બેંકોને સક્ષમ બનાવવા અંગેની સઘન ચર્ચા અને અસરકારક વિચારોનુ આદાન પ્રદાન કરેલ. કૃષિ અને સહકારી બેંકીંગ સુવિધાઓમા સુરક્ષા અને ટેકનોલોજી વિસ્તરે જેના થકી યોજનાઓ અને નાણાકીય વ્યવહારોની સુરક્ષાને બળ મળે તે અંગે ગહન ચર્ચા કરવામા આવી હોવાનું યાદીમા જણાવાયેલ છે.

(11:30 am IST)