મુખ્ય સમાચાર
News of Wednesday, 24th March 2021

જર્મનીમાં કોરોનાનો હાહાકાર : ઇસ્ટર પર્વની ઉજવણીઓ ફક્ત ઓનલાઈન થશે : લોકડાઉન 18 એપ્રિલ સુધી લંબાવાયું

 જર્મનીએ કોરોના રોગચાળાની ઝડપી ગતિને કારણે લોકડાઉન ડેડલાઇનને એપ્રિલના મધ્ય સુધી લંબાવી દીધી છે. ઇસ્ટર પર જાહેર કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ લીધો છે. બધી ઇસ્ટર ઇવેન્ટ્સ ઓનલાઇન જ થશે.

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે મંગળવારે દેશના 16 રાજ્યોના રાજ્યપાલ સાથે વાત કર્યા પછી કહ્યું છે કે 28 માર્ચે પૂર્ણ થનાર કડક કાર્યવાહી હવે 18 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

(9:26 am IST)