મુખ્ય સમાચાર
News of Tuesday, 24th March 2020

દેશમાં ૨૪ રાજ્યોમાં કોરોનાના ૫૫૦ થી વધુ કેસ : મૃત્યુઆંક વધીને ૧૦

કોરોના વાયરસ કહેર હવે દુનિયાની સાથે સાથે ભારતમાં પણ જારી : દેશમાં ૩૫ દદીઓર્ને સારવાર આપવામાં આવ્યા બાદથી હોસ્પિટલોથી રજા આપી દેવાઇ : કોરોનાના ફેલાવાને રોકવા માટે યુદ્ધસ્તર ઉપર પ્રયાસો જારી

નવી દિલ્હી, તા.૨૪કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસો અને મોતનો આંકડો વધી રહ્યો છે. યુદ્ધસ્તર પર તમામ રાજ્યોમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો ચિંતા ઉપજાવે છે. ભારતમાં હજુ સુધી કોરોના વાયરસના ૫૫૦ કેસો સપાટી વટાવી ચૂકી છે. જે પૈકી ૪૩ વિદેશી છે. ૩૫ લોકોને સારવાર આપવામાં આવ્યા બાદ હવે રજા આપી દેવામાં આવી છે. બીજી બાજુ ૧૦ લોકોના મોત થયા છે. ભારત સરકાર તરફથી લોકોને કોરોના વાયરસને રોકવા માટે તમામ રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

               કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જોવા મળી  રહ્યુ છેકોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છેકોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને નવ પર પહોંચી ગયો છે.   દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૩ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે

             સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.મુંબઇ સહિત કેટલાક શહેરોમાં શટડાઉનની સ્થિતી રાખવામાં આવી રહી છે. શટડાઉન કરનાર રાજ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં સંપૂર્ણ શટડાઉનની જાહેરાત થઇ ચુકી છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. તમામ પ્રવાસી સ્થળો બંધ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. દેશના ૨૪ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે

            મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૪ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં ૪૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૩૫ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે નવ લોકોના મોત થયા છે. કારણે સૌથી વધારે પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં બે લોકોના મોત પણ થયા છે. જ્યારે દેશમાં એકંદરે આઠ લોકોના મોત થયા છે. ૪૧થી વધારે વિદેશી લોકો પણ આમાં સામેલ રહ્યા છે. કેરળમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૬૭ નોંધાઇ છે.

દેશમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

એક પછી એક નવા રાજ્યો પણ હવે સકંજામાં

નવીદિલ્હી,તા. ૨૪કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસો અને મોતનો આંકડો વધી રહ્યો છે. યુદ્ધસ્તર પર તમામ રાજ્યોમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો ચિંતા ઉપજાવે છે. ભારતમાં હજુ સુધી કોરોના વાયરસના ૫૩૬ કેસો સપાટી પર આવી ચુક્યા છે. ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૦૮

૦૦

છત્તીસગઢ

૦૧

૦૦

દિલ્હી

૨૯

૦૧

ગુજરાત

૩૫

૦૦

હરિયાણા

૧૪

૧૪

કર્ણાટક

૩૭

૦૦

કેરળ

૮૭

૦૮

મહારાષ્ટ્ર

૧૦૦

૦૩

ઓરિસ્સા

૦૨

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૨૯

૦૨

૧૨

રાજસ્થાન

૩૦

૦૨

૧૩

તેલંગાણા

૨૫

૧૦

૧૪

ચંદીગઢ

૦૭

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૦૪

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ           

૩૨

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૪

૦૦

૧૯

બંગાળ

૦૯

૦૦

૨૦

તમિળનાડુ

૧૩

૦૨

૨૧

મધ્યપ્રદેશ

૦૭

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૦૩

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

નોંધભારતમાં કુલ કેસોની સંખ્યા ૫૩૬ છે જે પૈકી ૪૯૪  ભારતીયો પોઝિટિવ આવ્યા છે જ્યારે ૪૨ વિદેશી નાગરિકો પોઝિટિવ રહ્યા છે

(11:26 pm IST)