મુખ્ય સમાચાર
News of Tuesday, 24th March 2020

રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ : કુલ 3 પોઝિટિવ કેસ : એક સિવિલમાં , એક સિનર્જીમાં 75 વર્ષની જાગનાથ પ્લોટની મહિલાને વિદેશ આવ-જાની કોઈ હિસ્ટ્રી નથી હોવાનું જાણવા મળે છે : માનવથી માનવનો ચેપ લાગ્યાની શંકા : બીજો કેસ કોલેજવાડી વિસ્તારનો છે

રાજકોટમાં કોરોના પોઝિટિવના વધુ બે કેસો નોંધાયાનું જાહેર થયું છે

 એક  કેસ 75 વર્ષના જાગનાથ વિસ્તારમાં રહેતા વૃધ્ધાનો છે,ચિંતાજનક વાત એ છે કે તેની કોઈ જ વિદેશ આવ -જા ની હિસ્ટ્રી નથી,એટલે કોમ્યુનિટી બેઇઝ માનવ ટુ માનવથી આ રોગ પ્રસર્યાંનું મનાય છે,આમ શહેરમાં અન્યત્ર પણ કોરોનાના દર્દીઓ હોવાની સંભાવના વધી છે

  સિવિલ હોસ્પિટલમાં 200 બેડની ખાસ કોરોના વાયરસના દર્દીઓ માટે ઉભી કરવામાં આવેલ હોસ્પિટલમાં જાગનાથ પ્લોટના દર્દીને રાખવામાં આવેલ છે

 જયારે અહીંની ખાનગી સિનર્જી હોસ્પિટલમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે,જે જાગનાથની બાજુમાં જ આવેલ છે કોલેજવાડી વિસ્તારનો હોવનું જાણવા મળ્યું છે તેની હિસ્ટ્રી દુબઈથી આવ્યાની છે તેની સ્થિતિ હાલ સ્ટેબલ છે

 રાજકોટના જંગલેશ્વર-મફતિયા પરામાંથી કોરોના શરૂ થયેલ સાઉદીથી પરત ફરેલ યુવાનને પોઝિટિવ આવેલ પછી આ બે નવા કેસ થયા છે

(7:48 pm IST)