મુખ્ય સમાચાર
News of Sunday, 24th March 2019

રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદનો પ્રહાર: પૂછ્યું 55 લાખમાંથી 9 કરોડના માલિક કેવી રીતે બન્યા ?

બીએસ યેદુરપ્પા પાસેથી કરોડો રૂપિયાની રિશ્વત લેવાનો આરોપ બાદ પલટવાર

 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ રાજનૈતિક પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. પહેલા કોંગ્રેસે એક પત્રિકાનો હવાલો આપતા ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓ પર બીએસ યેદુરપ્પા પાસેથી કરોડો રૂપિયાની રિશ્વત લેવાનો આરોપ લગાવતાં તપાસની માંગણી કરી. જેના એક દિવસ બાદ શનિવારે ભાજપ તરફથી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીની આવક પર સવાલ ઉઠાવ્યા.

   રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી એક સાંસદ છે, તેમની આવકનો સ્રોત પગાર છે, તે ઉપરાંત કોઈ સ્પષ્ટ સ્રોત નથી. 2004ની ચૂંટણીના સોગંધનામામાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ 55,38,123 રૂપિયા જણાવી હતી. જ્યારે 2009માં તેમી સંપત્તિ વધીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ અને 2014માં તેમની સંપત્તિ 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે તેમની સંપત્તિ 55 લાખથી વધીને 9 કરોડ રૂપિયા કેવી રીતે થઈ ગઈ.

(12:00 am IST)