મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

કોંગ્રેસ નેતા કપિલ સિમ્બલ આપી રાહુલ ગાંધીને સલાહ : કહ્યું - ઉત્તરના હોય કે દક્ષિણના તમામ મતદારોનું સન્માન કરવું જોઇએ

રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ એકવાર ફરી બે જૂથમાં વહેંચાઇ ગઇ

નવી દિલ્હી: રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ એકવાર ફરી બે જૂથમાં વહેંચાઇ ગઇ હોય એવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાહુલ ગાંધીને નસીહત આપી છે. તેમણે જણાવ્યું કે તમામ મતાદરોનું સન્માન કરવું જોઇએ. સિબ્બલે જણાવ્યું કે મતદાતાઓનું સન્માન કરવું જોઇએ. ભલે તેઓ ઉત્તરના હોય કે દક્ષિણના હોય. મતદાર સમજદાર હોય છે. તેમણે પોતાના અધિકારો વિશે જાણકારી હોય છે. કોને મત આપવું છે, કેવી રીતે મત આપવું છે, તેઓને તેની જાણ હોય છે. ભલે તેઓ દક્ષિણના હોય, ઉત્તરના રાજ્યોના હોય, પશ્ચિમ બંગાળના અથવા કોઇ અન્ય વિસ્તારના હોય.

ત્રિવેન્દ્રમમાં રાહુલ ગાંધીએ નિવેદનને લઇ ભાજપે પણ નિશાન સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે જો ગાંધી પરિવારને ઉત્તર ભારતના લોકો પ્રત્યે હીન ભાવના છે, તો તેઓ ઉત્તર ભારતમાં કેમ રાજકારણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી જે ઉત્તર ભારતનું અપમાન કરી રહ્યા છે, તે વિસ્તારથી તેમની માતા સોનિયા ગાંધી સાંસદ છે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે, તે માફીને લાયક પણ નથી.

રાહુલ ગાંધીના આ નિવેદનને લઇ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા આપવામાં આવી હતી. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ નિવેદન જારી કરતા જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે, તે તેમના અંગત અનુભવના આધાર પર છે. રાહુલ ગાંધીએ ભારતના કોઇ રાજ્ય અથવા વિસ્તારના લોકોનો અનાદર કર્યો નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિવેન્દ્રમમાં એક સભાને સંબોધિત કરતા ગાંધીએ જણાવ્યું હતુ કે પહેલા 15 વર્ષ હું ઉત્તર ભારતનો સાંસદ હતો. તેથી મને બીજા પ્રકારના રાજકારણની આદત થઇ ગઇ હતી. મારા માટે કેરળ આવવું એક નવો અનુભવ હતો, કારણ કે મે જોયું કે લોકોને મુદ્દાઓમાં રસ છે, માત્ર દેખાવા માટે નહીં પરંતુ, ગંભીરતાથી તેના પર વિચાર કરે છે.

(10:36 pm IST)