મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

શ્રીલંકાને ચીનના બદલે ભારતીય વેક્સિન ઉપર વધારે ભરોસો છે

ભારતીય કોરોના વેક્સિનની વિશ્વભરમાં ભારે માગ : ચીની સાઈનો ફોર્મ વેક્સિનને મંજૂરી આપવાનો ઈનકાર

કોલંબો, તા. ૨૪ : ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ ચીનની જગ્યાએ ભારતમાં બનેલી કોરોના વેક્સિન પર વધારે ભરોસો મુક્યો છે.

આમ ચીનને કોરોના વેક્સીનને લઈને વધુ એક ઝાટકો લાગ્યો છે.શ્રીલંકાએ ચીનની સાઈનો ફોર્મ વેક્સીનના ઉપયોગને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.શ્રીલંકાની કેબિનેટના પ્રવક્તા ડો.રમેશ પથિરાનાએ કહ્યુ હતુ કે, ચીનની વેક્સીનના પરીક્ષણની ત્રીજી ટ્રાયલ હજી સુધી પૂરી થઈ નથી. શ્રીલંકા ૧.૪૦ કરોડ લોકોને વેક્સીન આપવા માટે ઓક્સફર્ડની કોરોના વેક્સિન પર ભરોસો કરશે.

ભારતમાં બની રહેલી ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીનના ૧૩.૫ મિલિયન ડોઝ માટે શ્રીલંકા ઓર્ડર આપી ચુક્યુ છે.આ પહેલા ભારતે શ્રીલંકાને  આ રસીના પાંચ લાખ ડોઝ ગિફ્ટમાં આપ્યા હતા.જેના પગલે જાન્યુઆરી મહિનાથી શ્રીલંકામાં વેક્સીન આપવાનુ શુ કરાયુ છે. શ્રીલંકાના પ્રવક્તાએ એમ પણ કહ્યુ હતુ કે, ચીની વેક્સીનને હજી સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ મંજૂરી આપી નથી.હજી આ વેક્સીનની ચકાસણી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચીનની કોરોના વેક્સીનને લઈને દુનિયામાં સંદેહનુ વાતાવરણ છે.ચીનના નજીકના મિત્ર પાકિસ્તાનમાં પણ લોકો ચાઈનીઝ રસી મુકાવતા ખચકાઈ રહ્યા છે.

(7:19 pm IST)