મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

'ખાલી ચણો વાગે ઘણો' : સ્મૃતિ ઇરાની

રાહુલ ગાંધીના વધુ એક બયાન પર રાજકારણમાં ગરમાવો

તિરૂવનંતપુરમ,તા. ૨૪: કેરળમાં પોતાના સંસદીય મત વિસ્તાર વાયનાડના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના એક બયાનથી રાજકારણ ગરમાયું છે. રાહુલે કેરળ અને ઉત્તર ભારતના રાજકારણ વચ્ચે એવી તુલના કરી કે તે સૌના નિશાન પર આવી ગયા.ભાજપા નેતાઓએ તેમને અવસરવાદી, ઉત્તરભારત વિરોધી પુર્વગ્રહ વાળા ગણાવ્યા છે.

રાહુલ ગાંધીએ તિરૂવનંતપુરમમાં એક સભામાં કહ્યેં, 'હું શરૂઆતના ૧૫ વર્ષ ઉત્તર ભારતમાંથી સાંસદ હતો. મારે ત્યાં બીજા પ્રકારના રાજકારણનો સામનો કરવો પડતો હતો. કેરળ આવવાનું મારા માટે તાજગીદાયક રહ્યું કેમ કે અહીંના લોકો મુદ્દાનું રાજકારણ કરે છે, ઉપરછલ્લુ નહીં.

રાહુલના આ બયાનને ભાજપા નેતાઓએ ઉત્તર ભારતીયોનો અનાદર ગણાવ્યું છે. ભાજપા નેતાઓએ રાહુલ ગાંધીને તકવાદી ગણાવ્યા. ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટવીટ કર્યું, થોડા દિવસ પહેલા તેઓ (રાહુલ ગાંધી) પૂર્વોતરમાં ગયા ત્યારે દેશના પશ્ચિમ ભાગ વિરૂધ્ધ ઝેર ઓકયું હતું. આજે દક્ષિણમાં તે ઉત્તર વિરોધી બોલી રહ્યા છે. ભાગલા કરો અને રાજ કરોનું રાજકારણ નહીં ચાલે, રાહુલ ગાંધી લોકોએ આવા પ્રકારનું રાજકારણ ફગાવી દીધુ છે. જુઓ આજના ગુજરાતના પરિણામો'

૨૦૧૯ની લોકસભા ચંૂટણીમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના ગઢ સમાન અમેઠીમાં હરાવનાર સ્મૃતિ ઇરાનીએ ટવીટ કર્યું, 'ખાલી ચણો વાગે ઘણો' વિદેશ પ્રધાન ઉતર ભારતમાં જન્મયો છું ત્યાં જ ભણ્યો અને કામ કર્યું છે. હું વિશ્વમાં આખા ભારતનું પ્રતિનિધીત્વ કરૂ છું. ભારત એક છે. કયારેય કોઇ ક્ષેત્રને નીચુ ન દર્શાવો. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુએ ટવીટ કરીને રાહુલ ગાંધીને કહ્યું કે અમેઠીના લોકોએ તમારા પરિવારને બહુ તકો આપી છે. અમેઠી અને ઉતર ભારતીયોને ખરાબ ન કહો. ભારતના દરેક વિસ્તારના લોકો સારા છે જો તમે સારા હોય તો. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોષીએ કોંગ્રેસ અને માકપા બન્નેને પાખંડી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે એ બન્ને પક્ષો બંગાળ અને તામિલનાડુમાં સાથે છે અને કેરળમાં લડી રહ્યા છે.

(3:48 pm IST)