મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

કુંભમાં સૌથી પહેલુ શાહી સ્નાન જૂનો અખાડો કરશે

હરિદ્વારઃ મહાકુંભમાં થનાર પહેલા શાહી સ્નાન માટે અખાડાઓનો ક્રમ અને સમય નક્કી કરી લેવાયો છે. સૌથી પહેલા જૂનો અખાડો શાહી સ્નાન કરશે.

સવારે ૧૧ વાગ્યાથી ૧૧.૩૦ સુધી સ્નાન કરવાનો સમય જૂના અખાડા અને તેના સહયોગી અખાડાઓને અપાયો છે. દરેક અખાડાઓને હરકી પૈડી ખાતે બ્રહ્મકુંડમાં સ્નાન માટેનો સમય અપાયો છે. ૧ વાગ્યાથી ૧.૩૦ વચ્ચે પંચાયતી અખાડો શ્રી નિરંજનીના સંતો સ્નાન કરશે અને ૪ થી ૪.૩૦ દરમ્યાન શ્રી મહાનિર્વાણી અખાડો સ્નાન કરશે.

૧૧ માર્ચે થનારા શાહી સ્નાન માટે હજુ સુધી જુના અખાડાનો રૂટ ભલે નક્કી ન થયો હોય પણ પોલીસે છાવણીથી નીકળીને સ્નાન કરીને પાછા છાવણી સુધી પાછા આવવાનું શેડયુલ તૈયાર કરી નાખ્યુ છે. શાહી સ્નાન બાબતે અખાડાઓ વચ્ચે કોઇ વિવાદ ઉભો ન થાય એટલા માટે આ શેડયુલ નક્કી કરવામાં આવતુ હોય છે.

(3:46 pm IST)