મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

સવા ડઝન રાજયોમાં કોરોના ફૂંફાડા મારવા લાગ્યો

૮ રાજયોમાં સ્થિતિ ગંભીર

નવી દિલ્હી : કોરોના ફરી પ્રસરવા લાગ્યો છે. મહારાષ્ટ્ર - કેરળ સહિત લગભગ ૧૬ રાજયોમાં કોરોના લગાતાર વધવા લાગ્યો છે. નવા કેસો વધી રહ્યા છે. આઠેક રાજયોમાં કોરોનાની સંખ્યા ભયજનક વધવા લાગી છે. મહારાષ્ટ્રમાં  ગયા વીકમાં ૮૧% વધારો, મ.પ્ર.માં ૪૩%, પંજાબમાં ૩૧%, જમ્મુ કાશ્મીરમાં ૨૨%, છત્તીસગઢમાં ૧૩%, હરિયાણામાં ૧૧%, ચંદીગઢમાં ૪૩% કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જયારે કર્ણાટકમાં ૪.૬% અને ગુજરાતમાં ૪ ટકા કેસ વધ્યા છે.

(3:44 pm IST)