મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

કોલસા કૌભાંડની તપાસ મમતા બેનરજીના પરિવારજનો સુધી પહોંચી

નવી દિલ્હી : બંગાળમાં વિધાનસભા ચુંટણી પૂર્વે ગાજેલ કોલસા કૌભાંડની તપાસમાં રાજકારણ ગરમાયુ છે. ગયા વર્ષે થયેલ કાર્યવાહી બાદ સીબીઆઇએ ઉંડી તપાસ હાથ ધરી હતી. જેમાં મમતા બેનરજીનો પરિવાર નિશાના પર આવી ગયો.

સમગ્ર મામલા માટે અનુપ માંઝીને માસ્ટર માઇન્ડ ગણવામાં આવેલ છે. ઉપરાંત કેટલાક રેલ્વે કર્મચારીઓની સાઠગાઠ ખુલી છે. એમ કરતા કરતા આ તપાસનો એક છેડો મમતાના ભત્રીજા અભિષેક બનર્જી સુધી પહોંચ્યો છે. અભિષેકની પત્નિ રૂજિરા  સીબીઆઇના રડારમાં આવી ગઇ છે. તેમનું બેંક  બેલેન્સ અને કંપની શંકાના દાયરામાં છે.

(2:30 pm IST)