મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

કેન્સર દર્દી સાથે અમાનવીય છેતરપીંડી કરનાર મૌલાના અલી કાદરીની ધરપકડ

મુખ્યમંત્રી રાહત ભંડોળ માંથી નાણા અપાવી દેવાનું ઠગારૃં વચન આપ્યું

હૈદરાબાદ : અહિંની પોલીસે મંગળવારે સવારે એક મુસ્લિમ ધર્મગુરૂની જુના શહેરમાંથી ધરપકડ કરી હતી. તેમને એક કેન્સરના દર્દી તેલંગણાના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી નાણાકીય સહાય મેળવી આપાવનું વચન આપીને છેતરપિંડી કરી હતી આ કેસમાં સંબંધિત આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સ્ત્રોત અનુસાર મુસ્લિમ ધાર્મિક સંસ્થાના અધ્યક્ષ મૌલાના અલી કાદરીએ એક કેન્સર પિડીત શખ્સ જમીલ સીદ્દીકી પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. કાદરીએ આ કેન્સર દર્દીને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી નાણાકીય સહાય પુરી પાડવાનું વચન આપ્યું હતું. નોંધપાત્ર છે કે કાદરી મુસ્લિમ ધાર્મિક નેતાઓના પ્રતિનિધિ મંડળના એક સભ્ય હતા, જેમણે જાન્યુઆરી ૨૦૨૦માં રાષ્ટ્રીય સુરક્ષા સલહાકાર અજીત ડોવલની મુલાકાત લીધી પછી જમ્મુ -કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કાદરીએ કથિત રૂપે નાણા લીધા હતા પણ કેન્સર દર્દીને રાહત નહોતી પહોંચાડી, જેના કારણે આઇપીસી કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ૪૦૬ (વિશ્વાસભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે સવારે કમિશનર ટાસ્ક ફોર્સ પોલીસના તપાસ કર્તાઓએ કાદરીને ઝડપી લીધા બાદ તપાસ હાથ ધરી હતી.

(11:48 am IST)