મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

સરકાર માટે રાહતના સમાચાર

ચાલુ ત્રીમાહીમાં જીડીપી દરમાં થશે વધારો

અર્થવ્યવસ્થામાં તેજીથી સુધરી રહી છે સ્થિતિ : માંગ વધવાથી જોવા મળશે અસર

નવી દિલ્હી તા. ૨૪ : દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષ ડિસેમ્બરમાં પૂર્ણ થતી ત્રિમાહી દરમિયાન સકારાત્મક થઇ ૧.૩% પર પહોંચી શકે છે. આ પહેલાની બે ત્રિમાહી દરમિયાન કોરોના વાયરસ મહામારી ફેલાવાના કારણે એમાં મોટો ઘટાડો આવ્યો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ચાલુ વર્ષની ડિસેમ્બર ત્રિમાહીમ જીડીપી આંકડા સરકાર શુક્રવારે જારી કરશે. ડીબીએસ બેન્કની જારી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જીડીપીમાં ૬.૮% ઘટાડો રહી શકે છે. બેન્કની રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની છેલ્લી ત્રિમાહી(ઓકટોબર-ડિસેમ્બર)માં જીડીપી દર સકારાત્મક દાયરામાં આવી શકે છે.

ડીબીએસ સમૂહની રિસર્ચમાં ઈકોનોમિસ્ટ રાધિકા રાવે કહ્યું કે દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ તેજીથી સુધાર આવવા અને લોકોના ખર્ચ તેજીથી વૃદ્ઘિ થવાના બે એવા કારણ છે જે ડિસેમ્બર ૨૦૨૦ ત્રિમાહી માટે સારું હશે. ભારતની જીડીપીમાં પહેલી ત્રિમાહીમાં ૨૪% અને બીજી ત્રિમાહીમાં ૭.૫% ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ મુજબ હવે ત્રીજી ત્રિમાહીમ આ સકારત્મક થઇ જશે અને એમાં ૧.૩%ની વૃદ્ઘિ થશે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ, આર્થિક ગતિવિધિ પર પ્રતિબંધ હટાવ્યા પછી તહેવારોના વાતાવરણમાં માગ વધવા, બીજી ખપત વધવા અને ક્ષમતા ઉપયોગમાં સુધાર આવવાથી અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે. એની સાથે જ વિવિધ ક્ષેત્રોમાં ગતિવિધિઓ શરૂ થઇ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની આર્થિક ક્ષમતા આવતા નાણાકીય વર્ષમાં સુધાર દરમિયાન ૧૧% વૃદ્ઘિનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અનુમાન રિઝર્વ બેંકે ૧૦.૫% વૃદ્ઘિના અનુમાનથી થોડું વધારે છે. જો કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) મુજબ ૨૦૨૧માં ભારત ૧૧.૫% વૃદ્ઘિ મેળવશે. આ પહેલા ત્રિમાહીઓમાં નેગેટિવ જીડીપી થયાના કારણે સરકારે વિપક્ષના પ્રહારો સહન કરવા પડ્યા હતા. જો કે કોરોના મહામારીને લઇ દુનિયાના મોટા-મોટા દેશોની ઈકોનોમીની હાલત ખરાબ થઇ ગઈ છે. હવે ડિસેમ્બર ત્રિમાહીમ જો જીડીપીના આંકડા પોઝિટિવ રહે છે તો ઈકોનોમી સાથે સરકાર માટે પણ મોટું બુસ્ટ હશે.

(10:52 am IST)