રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે ત્યારે જ લગ્ન કરશે સંજય બાગડે : ત્રિરંગા સાથે પગપાળા નાગપુરથી જાય છે દિલ્હી
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમા કોંગ્રેસની સરકાર બનવાની શુભેચ્છા પાઠવવશે
મહારાષ્ટ્રના નાગપુર જીલ્લાના કાપર ખેડા ગામનો રહેવાશી સંજય રોશન બાગડે હાથમાં તિરંગો પકડી અને રાહુલ ગાંધીના ફોટા વાળું ટી-શર્ટ પહેરી નાગપુરથી દિલ્લી સુધીંની પદયાત્રા કરી રહયો છે લગભગ 1100 કીલોમીટર સંજય ચાલીને દિલ્લી પહોંચી રાહુલ ગાંધીને વિધાનસભા ચૂંટણી 2018માં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમા કોંગ્રેસની સરકાર બનવાની શુભેચ્છા પાઠવવા માંગે છે.
સંજય રોશને જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને ત્રણ રાજ્યોની જીત બદલ શુભેચ્છા પાઠવી છે, એટલું જ નહિ તેણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી રાહુલ ગાંધી પીએમ નહિ બને ત્યાં સુધી તે પણ લગ્ન નહિ કરે.
સંજયે 3 જાન્યુઆરી 2019ના રોજ પોતાના ગામથી દિલ્લી સુધીની પદયાત્રા શરૂ કરી હતી. અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયર સુધી પહોંચ્યો છે. મતલબ કે અડધાથી પણ થોડી વધારે યાત્રા કરી લીધી છે. સંજયે કહ્યું કે વિધાનસભા ચૂંટણી 2018થી તેણે સંકલ્પ કર્યો હતો કે જો ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનશે તો તે પદયાત્રા કરીને રાહુલ ગાંધીને શુભકામના આપશે.