મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

370 હટાવ્યા બાદ પ્રથમવાર જમ્મૂ કાશ્મીરના 20 જિલ્લામાં 2G ઈન્ટરનેટ સેવા શરુ કરાઈ

સ્થાનિકો 301 વેબસાઇટ ખોલી શકશે: સોશિયલ મીડિયા પર પ્રતિબંધ યથાવત

 

નવી દિલ્હી : જમ્મૂ-કાશ્મીરની સ્થિતિને ધ્યાને રાખી તંત્રએ જમ્મૂ-કાશ્મીરના 20 જિલ્લામાં આજથી 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા નિર્ણય લીધો છે જોકે સોશિયલ મીડિયા પરની પાબંદી યથાવત્ રખાશે

  જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘણા લાંબા સમયથી પ્રીપેડ મોબાઈલ કનેક્શન પર કોલ અને SMSની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. જો કે, હવે જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનીય પ્રિપેડ સિમ કાર્ડ પર વોઈસ અને SMS સુવિધાઓને શરૂ કરી દેવામા આવી છે. જમ્મૂ કાશ્મીરના લોકો 301 વેબસાઇટ ખોલી શકશે, પરંતુ સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લાગૂ રહેશે

  સાથે જ અમુક વિસ્તારોમાં 2G ઈન્ટરનેટ સેવાને પણ શરૂ કરી દેવામા આવી છે. અગાઉ જમ્મૂના તમામ 10 જીલ્લા અને કાશ્મીરના બે જિલ્લા, કુપવાડા અને બાંદીપોરામાં ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. આ સિવાય જમ્મૂ કાશ્મીર તંત્રના પ્રમુખ સચિવ રોહિત કંસલે કહ્યું કે તમામ પ્રીપેડ કનેક્શનો માટે વૉઇસ કોલ અને એસએમએસ સેવાઓ શરૂ કરી દેવામાં આવી. 5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મૂ કાશ્મીરમાં ટેલિકમ્યુનિકેશન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

(1:36 am IST)