News of Friday, 24th January 2020
કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર: બનાવ્યો અલગ વોર્ડ
મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકા
નવી દિલ્હી : કોરોના વાયરસના કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી એઈમ્સ પૂરી રીતે તૈયાર છે. એમ્સે કોરોના વાયરસના સંક્રમણના કોઈપણ પ્રકારના સંદિગ્ધ મામલામાં ઉપચાર પ્રદાન કરવા માટે એક અલગ વોર્ડ બનાવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓ માટે બેડ તૈયાર રાખવામાં આવ્યા છે
. મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકાને ધ્યાને લઈ તેમનો ઉપચાર કરાઈ રહ્યો છે. કોરોના વાયરસ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અને ચીનમાં હાહાકાર મચ્યો છે.
(11:44 pm IST)