મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

ઇન્કમ ટેક્સ વસુલાતમાં ઘટાડો થવાના સાફ સંકેત

બે દશકમાં પ્રથમવાર ઘટાડો થશે

નવી દિલ્હી, તા.૨૪ : ભારતના કોર્પોરેટ અને ઇન્કમટેક્સ કલેક્શનમાં પ્રથમ વખત ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા બે દશકના ગાળામાં પ્રથમ વખત કોર્પોરેટ અને ઇન્કમટેક્સ વસુલાતમાં ઘટાડો થવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આર્થિક વિકાસદરમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. કોર્પોરેટ ટેક્સ રેટમાં પણ કાપ મુકવામાં આવી ચુક્યો છે. એકબાજુ નરેન્દ્ર મોદી સરકાર ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થઇ રહેલા વર્ષ માટે પ્રત્યક્ષ કરવેરા વસુલાતનો આંકડો ૧૩.૫ ટ્રિલિયન રૂપિયા અથવા તો ૧૮૯ અબજ ડોલરનો મુકી રહી છે જે અગાઉના નાણાંકીય વર્ષ કરતા ૧૭ ટકા વધારે છે.

           જો કે, માંગમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થવાના કારણે ખળભળાટ મચી ગયો છે. ટેક્સ વિભાગે ૨૩મી જાન્યુઆરીના આંકડા મુજબ ૭.૩ ટ્રિલિયન રૂપિયા એકત્રિત કર્યા છે જે ગયા વર્ષે એકત્રિત કરવામાં આવેલી રકમ કરતા ૫.૫ ટકા કરતા ઓછી છે. બજેટમાં જુદા જુદા પગલા લેવાની વાત ચાલી રહી છે. ૮થી વધુ ટેક્સ અધિકારીઓ માને છે કે, તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરાયા હોવા છતાં આ નાણાંકીય વર્ષમાં પ્રત્યક્ષ કર વસુલાતનો આંકડો ૨૦૧૮.૧૯માં એકત્રિત કરવામાં આવેલા ૧૧.૫ ટ્રિલિયનના આંકડા કરતા ઓછો રહેશે.

(7:42 pm IST)