મુખ્ય સમાચાર
News of Thursday, 23rd January 2020

NRCને બદલે 'નેશનલ રજિસ્ટર ઓફ અનએમ્પલોયડ યુથ' બનાવવું જોઈએ : દિગ્વિજયસિંહના આકરા પ્રહાર

સંઘ બેરોજગાર લોકોને રોજગારી આપવાની જગ્યાએ ધાર્મિકારણમાં લાગ્યાનો આક્ષેપ કર્યો

 

નવી દિલ્હી : કોંગ્રેસનાં મધ્ય પ્રદેશનાં દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશનાં બેરોજગાર લોકો માટે રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) ને બદલે 'નેશનલ રજિસ્ટર ઓફ અનએમ્પલોયડ યુથ' બનાવવું જોઈએ. તેમણે મોદી સરકાર ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર દેશના બેરોજગાર લોકોને રોજગારી આપવાની જગ્યાએ ધાર્મિકારણમાં લગાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

દિગ્વિજયે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, સીએએ અને એનઆરસી પર કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોના વિરોધને લઈને દેશના મોટાભાગના હિન્દુઓ દ્વારા ટેકો નહીં આપવાના પ્રશ્નના જવાબમાં દિગ્વિજયે કહ્યું કે, આરએસએસએ આ દેશનાં બેરોજગાર યુવાનોને રોજગારી આપનાને બદલે તેના કાંવડ યાત્રા કાઢવા, ક્યારેક ચૂનરી યાત્રા કાઢવા, ક્યારેક ભંડાર જેવા કામમાં રોકી લીધા છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'હું તે યુવાનોને કહેવા માંગુ છું, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બનાવવાની માંગ કરવાને બદલે અમિત શાહ અને મોદી પાસેથી અનએમ્પલોયડ યુથનું નેશનલ રજિસ્ટર બનાવવાની માંગ કરે.' દિગ્વિજયે કહ્યું, 'બેરોજગાર લોકોનું રજિસ્ટર બનાવો. અમારી પાસે પહેલેથી જ સિટીઝન રજિસ્ટર છે. તમે આધાર કાર્ડ પર અમારી બાયમેટ્રિક લો, તમારી પાસે મતદાર કાર્ડ છે. હવે એનઆરસીની શું જરૂર છે?

તેમણે કહ્યું, 'હું બેરોજગારોને કહું છું કે તમે ધર્મનું પાલન કરો, કોઈ પણ વ્યક્તિને ધર્મનું પાલન કરતા અટકાવી શકાતા નથી. પરંતુ તમે તેની આભામાં આવી જાવ નહીં. તેમના દ્વારા આકર્ષાવ નહીં. તેઓ તમને રોજગાર આપતા નથી, તેઓ તમને એક એવા માર્ગ પર લઈ જઈ રહ્યા છે જે રોજગાર આપતું નથી. દિગ્વિજયે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે 'માત્ર ભાવનાઓને ભડકાવીને લોકોએ મત કમાવવાનું સાધન બનાવ્યું છે.' આ સમજવાની જરૂર છે.

(1:15 am IST)