મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd December 2020

દેશના પ્રથમ શિક્ષણમંત્રી ડો અબુલ કલામ આઝાદ અંગે ઉત્તરપ્રદેશના મંત્રીએ વિવાદી ટિપ્પણી કરી

મંત્રીએ તત્કાલીન નેતાઓની ટિક્કા કરી અને અનેક ઐતિહાસિક બાબતે ભાંગરો વાટ્યો

ઉત્તર પ્રદેશ સરકારમાં સંસદીય કાર્ય રાજ્યમંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ દેશના પ્રથમ શિક્ષણમંત્રી ડો અબુલ કલામ આઝાદ અંગે વાહિયાત ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી ડો અબુલ કલામ આઝાદના હ્રદયમાં ભારત અને ભારતીયતા પ્રત્યે સ્થાન જ ના હતુ. એટલું જ નહી મંત્રીએ ઇતિહાસમાં ભારતીય નાયક શિવાજી અને મહારાણા પ્રતાપની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જનનાયક ચંદ્રશેખર વિશ્વાદ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું.હતું

 સંસદીય કાર્ય રાજ્ય મંત્રીએ જણાવ્યું કે કાશ્મીરી પંડિતોએ જ્યારે ગુરુ તેગ બહાદુરજીને વિનંતી કરી કે આવીને અમારી રક્ષા કરો, ઓરંજઝેબની સેન્ય અમારા પર ઇસ્લામ કબૂલ કરવાનું દબાણ કરી રહી છે. પરંતુ જ્યારે ગુરુ તેગ બહાદુર ત્યાં પહોંચ્યા, તો ઓરંગઝેબની સેનાએ તેમને પકડી લીધું હતુ. તેમનુ માથુ કલમ કરી દીધું હતુ. પરંતુ આ બધી વાતોને ઇતિહાસમાંથી દૂર કરી દેવામાં આવી છે. જે વસ્તુ બતાવવામાં આવી છે, તેમાં અકબર મહાન સામેલ છે, જ્યારે આઈને અકબરીમાં અને અકબરના સમકાલીન ઇસ્લામી ઇતિહાસકારોએ પણ તેમને મહાન નથી ગણાવ્યા.

તેમણે વધુમાં જણાવ્યુ કે જે લોકો ભારતને અખંડ રાખવા ઇચ્છતા હતા, જેમના હ્રદયમાં પીડા હતી કે ભારતની પ્રથમ વિશ્વવિદ્યાલય તક્ષશિલા જે અફઘાનિસ્તામાં છે તે અમારી છે અને અમારી હોવી જોઇએ, એ તમામ લોકોને સાંપ્રદાયિક કહેવામાં આવ્યું.

મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ ભારતના વિભાજન અંગે પણ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરૂ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યા કે જ્યાના લોકો પાકિસ્તાન બનાવવા માંગતા ના હતા, ત્યાં પાકિસ્તાન બન્યુ, અને જ્યાંના લોકોએ પાકિસ્તાનની રચના માટે વધુ મત આપ્યા, તેઓ દેશમાં જ રહી ગયા. તેમણે આગળ જણાવ્યું કે શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદ પછી પણ એમસી છાગલા, નૂરુલ હસન, હુમાયૂં અને કબીર જેવા લોકોએ ભારતની શિક્ષણ પદ્ધતિને નુકશાન પહોંચાડ્યુ છે.

(11:45 pm IST)