News of Wednesday, 23rd December 2020
અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) : અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબોનું સૌથી મોટું સંગઠન : 7 જાન્યુઆરી 2021 નો દિવસ ' ઓબેસિટી અવેરનેસ એન્ડ હેલ્થ ' દિવસ તરીકે ઉજવશે : અડધું જમો , ડબલ વોકિંગ કરો , અને ખડખડાટ હસો , સૂત્ર વહેતુ કરાયું
વોશિંગટન : અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબોનું સંગઠન અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) દ્વારા 7 જાન્યુઆરી 2021 નો દિવસ' ઓબેસિટી અવેરનેસ એન્ડ હેલ્થ ' દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરાયું છે.
આયોજન અંતર્ગત બી હેલ્ધી , બી હેપ્પી સૂત્ર આપવામાં આવ્યું છે.જે મુજબ ભૂખ હોય તેના કરતા અડધું જમો , ડબલ વોકિંગ કરો , અને ખડખડાટ હસો , સૂત્ર વહેતુ કરાયું છે.
ઉજવણીની વિચારણા માટે વેબિનારનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત જુદા જુદા રોગોના મૂળ સમાન મેદસ્વીતા અંગે લોકોને જાગૃત કરવા નક્કી કરાયું હતું.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.
(8:57 pm IST)