મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd December 2020

બિહારના ત્રણ જજ નેપાળની હોટલમાં મહિલાઓ સાથે પકડાતા ડિસમીસ

હરિ નિવાસ ગુપ્તા, જીતેન્દ્રનાથ સિંહ અને કોમલ રામને નેપાળ પોલીસે કઢંગી હાલતમાં પકડયા હતા

પટણા, તા. ૨૩: થોડા વર્ષો પહેલાં નેપાળમાં એક હોટલમાંથી મહિલાઓ સાથે પકડાયેલા બિહારના ત્રણ જજોને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.સોમવારે રાજયના જાહેર વહીવટી વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા જજોમાં હરિ નિવાસ ગુપ્તા,જીતેન્દ્ર નાથ સિંહ અને કોમલ રામનો સમાવેશ થતો હતો.

પટણા હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં ઉમેરવામાં આવ્યું હતું કે તેમના ડિસ્મિસલને ૧૨ ફેબુ્રઆરી,૨૦૧૪થી ગણવામાં આવશે અને તેમના નિવૃત્ત્િ। પછીની તમામ હકો છીનવાઇ જશે. તે વખતે સમસ્તીપુર ખાતે ફેમીલી કોર્ટમાં પ્રિન્સીપલ જજ તરીકે   ગુપ્તા સેવા આપતા હતા જયારે સિંહ અને રામ અનુક્રમે િઅધક જિલ્લા જજ અને અધિક જજ કેમ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ હતા.

વિરાટનગરની એક હોટલમાં  નેપાળ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા તેઓ મહિલાઓ સાથે કઢંગી હાલતમાં પકડાઇ ગયા હતા. જો કે ત્યાર પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ નેપાળી છાપાઓમાં આ સમાચાર છપાતા ભારતમાં તેની જાણ થઇ હતી.ત્યાર પછી પટણા હાઇકોર્ટ દ્વારા તેમની વિરૂધ્ધ તપાસ શરૂ કરાઇ હતી જેમાં ત્રણે દોષિત જણાતા ેતમને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

(10:10 am IST)