મુખ્ય સમાચાર
News of Saturday, 23rd December 2017

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ‘‘સંગમ તામિલ ચેર''ના નિર્માણનો પ્રસ્‍તાવ મંજુરઃ યુ.એસ.માં સાઉધર્ન કેલિફોર્નિયા તામિલ એશોશિએશનના ઉપક્રમે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ચેરના નિર્માણ માટે ૪.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરાયું

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સાઉધર્ન કેલિફોર્નિયા તામિલ એશોશિએશન તથા તામિલ સ્‍કૂલ્‍સ, સહિતની ૧૨ જેટલી સંસ્‍થાઓના ઉપક્રમે તાજેતરમાં ૮ ડિસેં.ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેનો હેતુ હાર્વડ યુનિવર્સિટીમાં ‘તામિલ ચેર'ના નિર્માણનો હતો.

ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ દ્વારા નક્કી કરાયેલા ૬ મિલીયન ડોલરના લક્ષ્યાંક સામે ૪.૮ મિલીયન ડોલર ભેગા થયા હતા. પ્રોગ્રામમાં વિવિધ મનોરંજનો જેવા કે કલાસિકલ તથા સેમી કલાસિકલ ડાન્‍સ, લાઇવ મ્‍યુઝીક શો, ઓકશન, બાળકોના ડાન્‍સ તથા ગીતોના આયોજનો કરાયા હતા. તથા મહાનુભાવોના ઉદબોધનો થયા હતા.૨૫૦ જેટલા આમંત્રિતોએ હાજરી આપી હતી.

હાર્વર્ડ યુનિવર્સિટીએ નવનિર્મિત ‘‘સંગમ તામિલ ચેર'' પ્રસ્‍તાવનો સ્‍વીકાર કર્યો  છે. જે અંતર્ગત સાઉથ એશિયન સ્‍ડડીઝ વિભાગમાં તામિલ લીટરેઅર ઉપલબ્‍ધી કરાવાશે.

(8:39 pm IST)