મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd November 2021

સાંસદોના વિરોધ વચ્ચે સંસદીય સમિતિએ ડેટા પ્રોટેકશન બિલને સ્વીકાર્ય

કોંગ્રેસના એસ જયરામ રમેશ અને બીજા કેટલાક સાંસદોએ બિલની કેટલીક જોગવાઇની સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી,તા.૨૩: પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ ૨૦૧૯ના બિલની ચકાસણી કરનારી સંયુકત સંસદીય સમિતિએ બિલ અંગેના તેના અહેવાલને સ્વીકાર્યો છે. કોંગ્રેસ, ટીએમસી અને બીજેડી સહિત વિપક્ષના કેટલાક સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુકત પેનલ સ્થાપવામાં આવ્યાના બે વર્ષ પછી આ બિલ સ્વીકારવામાં આવ્યું છે. વધારે ચકાસણી અને ભલામણો માટે આ બિલ માટે સંયુકત સંસદીય સમિતિ સ્થાપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ચાર, તૃણમૂલના બે અને બીજુ જનતા દળના એક સાંસદે બિલની કેટલીક જોગવાઈઓનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના નેતા અને રાજયસભામાં પક્ષના ચીફ વ્હીપ જયરામ રમેશે પેનલે આ રિપોર્ટ સ્વીકાર્યો ત્યારે તેના પર તેમનો અસંતોષ જતાવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને પી.પી. ચૌધરીના નેજા હેઠળ લોકશાહી રીતે કામ કરનારી પેનલની પ્રશંસા કરી હતી.

જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી, ગૌરવ ગોગોઈ અને વિવેક તન્ખાએ પણ બિલ સામે અસંતોષ દર્શાવ્યો હતો. અહેવાલમાં વિલંબ થવાનું કારણ ચેરપર્સન મીનાક્ષી લેખીને પ્રધાન બનાવાતા ચૌધરીની નવા ચેરપર્સન તરીકે નિમણૂક થઈ હતી.

આ બિલને સંસદમાં રજૂ કરતાં પહેલા જેસીપી સમક્ષ ચકાસણી માટે મોકલાયું છે. છેવટે આ બિલ પસાર થયું. કેટલાક લોકોએ અસંતોષ વ્યકત કર્યો, પરંતુ અસંતોષ તો લોકશાહીનો આત્મા છે. મોદીના શાસનમાં આ પ્રકારના ઉદાહરણો અને અપવાદરૂપ જોવા મળે છે.

ડેટા પ્રોટેકશન અંગે જોઈન્ટ મીટિંગ મળી તે પહેલા તિવારી અને ગોગોઈએ તેમના અસંતોષની નોંધ સચિવાલયને મોકલી હતી. તિવારીએ જણાવ્યું હતું કે અમે ડિસેમ્બર ૨૦૧૯માં પ્રારંભ કર્યો અને નવેમ્બર ૨૦૧૯માં પૂરુ કર્યુ.

જયરામ રમેશે બિલ સામે અસંતોષ સાથે વ્યકત કરેલી નોંધમાં સેકશન ૩૫માં સુધારો સૂચવ્યો હતો અને તેને અત્યંત મહત્ત્વનો ગણાવ્યો હતો. આવું જ સેકશન ૧૨ અંગે જોવા મળ્યું હતું. તેમની દલીલ હતી કે સેકશન ૩૫ કેન્દ્રને તેની કાઇપણ એજન્સીને તપાસના સંપૂર્ણ ક્ષેત્રમાંથી બહાર રાખવાની સત્ત્।ા આપે છે.

તિવારીએ જણાવ્યું હતું કે બિલ વર્તમાન સ્વરૂપમાં કાયદાકીય રીતે ઠરતું જ નથી. તેની ડિઝાઇન જ ક્ષતિ ભરેલી છે. જયારે ગોગોઈએ જણાવ્યું હતું કે આ બિલના લીધે બિનજરૂરી સર્વેલન્સને વેગ મળશે.

(9:50 am IST)