મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

દિલ્હી રમખાણઃ પોલીસે ૨૦૦ પાનાની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી

મુખ્ય આરોપી ઉમર ખાલીદ, શરઝીલ ઇમામ ઉપરાંત ફૈજ ખાનનું પણ નામ

નવી દિલ્હીઃ દિલ્હી, પોલીસે રમખાણ મામલે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગઇકાલે ૨૦૦ પાનાની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મુખ્ય બે આરોપી ઉમર ખાલીદ અને શરઝીલ ઇમામ છે. બંને જેએનયુના છાત્રો રહી ચૂકયા છે. બંને ઉપર ઉતર પૂર્વ દિલ્હીમાં રમખાણોનું ષડયંત્ર રચવાના ખુબ જ ગંભીર આરોપી છે.

ચાર્જશીટમાં જણાવ્યા મુજબ ખાલીદે બહારથી જ રમખાણોને અંજામ આપેલ જેમાં ૫૩ લોકોના મોત થયેલ. જેમાં કહેવામાં આવેલ કે ખાલીદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન રમખાણ કરાવવા માંગતો હતો. જેથી આંતરરાષ્ટ્રીય મીડીયા કવરેજ દ્વારા નાગરિકતા કાયદાને પરત લેવા દબાણ ઉભુ થાય. આ કેસમાં ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં દાખલ કરાયેલ મુખ્ય ચાર્જશીટમાં ૧૫ લોકો ઉપર ષડયંત્રને અંજામ આપવાનો આરોપ લગાડાયેલ, દિલ્હી સરકારે ખાલીદ અને ઇમામ વિરૂધ્ધ યુએપીએ હેઠળ કેસ ચલાવવાની અનુમતી આપેલ ત્યારબાદ ગઇકાલે બીજી ચાર્જશીટ રજુ કરાઇ છે.

કડક ડડૂમાં કોર્ટમાં સ્પેશ્યલ જજ અમિતાભ રાવતની કોર્ટમાં સપ્લીમેન્ટ આરોપ પત્ર દાખલ કરાયેલ. જેમાં બંનેને વિસ્તૃત ભૂમિકાનું વિતરણ કરાયુ છે. જેમાં બંનેની વિસ્તૃત ભૂમિકાનું વિવરણ કરાયુ છે. આ બે ઉપરાંત ફૈજ ખાનનું નામ પણ ચાર્જશીટમાં છે. પોલીસ બાકીના ત્રણ આરોપીઓ વિરૂધ્ધ એક મહિનામાં બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે.

(3:33 pm IST)