મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

દિલ્હીમાં કોરોના બેફામઃ ૬ દિ'માં ૬૭૮ના મોત

અત્યાર સુધીમાં ૮૩૯૧ લોકોને કોરોના ભરખી ગયોઃ સ્થિતિ ગંભીર

નવી દિલ્હી, તા. ૨૩ :. દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાએ તાંડવ મચાવ્યુ છે. રોજ લગભગ સેંકડો દર્દીઓના મોત થઈ રહ્યા છે. કોરોનાને કાબુમાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકારે પુરી તાકાત કામે લગાડી છે પરંતુ રોજ હજારો નવા કેસ સામે આવી રહ્યા છે. લોકડાઉન હટતા જ કોરોના ચાલ્યો ગયો છે તેવુ લોકોએ માન્યુ અને ફરીથી એક વખત કેસ વધવા લાગ્યા છે.

દિલ્હીમાં રોજ ૧૦૦થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે. કોરોનાનો કહેર એવો છે કે હોસ્પીટલોમાં બેડની અછત ઉભી થઈ છે. અનેક મોત સામે ઝઝુમતા દર્દીઓને બેડ મળતા નથી. અનેકના ઈલાજ વગર મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૮૩૯૧ લોકોના મોત થયા છે.

૨૨મીએ ૧૨૧, ૨૧મીએ ૧૧૧, ૨૦મીએ ૧૧૮, ૧૯મીએ ૯૮, ૧૮મીએ ૧૩૧, ૧૭મીએ ૯૯ના મોત થયા છે.

સરકાર જાગી ત્યાં સુધીમા મોડુ થઈ ગયુ છે. અફડાતફડીમાં રાજ્યએ કેન્દ્રની મદદ માગી. દિલ્હી સરકારે તાબડતોબ ફરમાન પણ જારી કર્યા છે.

(10:12 am IST)