મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

પહેલા થયો ડેન્ગ્યૂ, પછી કોરોના અને હવે કોબ્રા કરડ્યોઃ રાજસ્થાનમાં ફસાયેલા એક અંગ્રેજની દર્દભરી દાસ્તાન

આવીને ચેરિટી કામ કરતાં બ્રિટિશ નાગરિક જોન્સ એક પછી એક અનેક તકલીફોમાં સપડાયા

નવી દિલ્હી,તા.૨૩: બ્રિટનથી ભારત આવીને ચેરિટી કામ કરનારા એક એવી વ્યકિતની આ કહાણી છે જેને સાંભળીને તમારા રૃંવાડા ઊભા થઈ વશે. રાજસ્થાનમાં ફસાયેલા આ વ્યકિતનો એક વાર નહીં, બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર જિંદગી અને મોતનો સામનો થયો. પહેલા તેમનો સામનો જીવલેણ ડેન્ગ્યૂ સાથે થયો, તેમાંથી સાજા થયા બાદ કોરોના વાયરસના સંક્રમણની ઝપટમાં આવી ગયા અને હવે સાપના કરડ્યા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઇયાન જોન્સને થોડા દિવસો પહેલા જયપુરથી ૩૫૦ કિલોમીટર દૂર એક કસ્બામાં એક ઝેરી કોબ્રાએ ડંખ મારી દીધો. હવે તેઓ જયપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. તેની સારવાર કરી રહેલા ડોકટર અભિષેક તાતેરે જણાવ્યું કે, તેઓ અમારે ત્યાં ગત સપ્તાહે આવ્યા હતા. તેમને એક ગામમાં સાપ કરડી ગયો. શરૂઆતમાં અમને લાગ્યું કે તેમને ફરી એકવાર કોરોના થયો છે, પરંતુ રાહતની વાત એ રહી કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. અમને તેમનામાં સાપ કરડવાના લક્ષણ મળ્યા છે. જોન્સને આંખોથી સ્પષ્ટ નથી દેખાતું, સાથોસાથ ચાલવામાં પણ મુશ્કેલી આવી રહી હતી.

ડોકટરોના જણાવ્યા મુજબ, જોનને ગત સપ્તાહે જ રજા આપવામાં આવી હતી. GoFundMeની વેબસાઇટ પર એક નિવેદન જાહેર કરીને તેમની દીકરીએ કહ્યું કે તેમના પિતા ફાઇટર છે. તેઓએ કહ્યું કે, ભારત તેમને સૌથી પહેલા મલેરિયાનો તાવ આવ્યો. ત્યારબાદ તેમને ડેન્યૂલક થઈ ગયો. ડેન્ગ્યૂની સારવાર લીધો તેમને મલેરિયા થઈ ગયો. ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું અને હવે તેમને ઝેરી કોબ્રાએ ડંખ મારી દીધો છે.આ પણ વાંચો, શ્નહનીમૂન હોટલલૃમાંથી પકડાયા ચાર પ્રેમી જોડા, ગેરકાયદેસર ધંધાનો થયો મોટો ખુલાસો

જોન્સના દીકરાએ પણ કહ્યું કે તેના પિતા હાલ કોરોના મહામારીને કારણે ભારતમાં ફસાયેલા છે. તેઓ બ્રિટન પરત ફરી નથી શકતા. પરંતુ તેમના દીકરાએ એ વાતની ખુશી વ્યકત કરી કે તેઓ ભારતમાં રહીને બીજા લોકોની મદદ કરી રહ્યા છે. જોન્સ રાજસ્થાનમાં પારંપરિક કારીગરો સાથે કામ કરે છે.

(10:11 am IST)