News of Saturday, 23rd November 2019
મહારાષ્ટ્રમાં અડધી રાતે દુષ્ટ દાવપેચ રમાયો: ગુપચુપ ફડનવીસનો શપથ સમારોહ શરમજનક: અહેમદ પટેલ
દરેક ગેરકાયદે કામ અને દાવપેચ અંધારામાં જ રચાય છે.
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં રાતો રાત ખુરશીનો ખેલ ખેલાઈ ગયો. અને ફરી ભાજપ સરકાર બનતા કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓ કહ્યુ કે મહારાષ્ટ્રમાં અડધી રાતે દુષ્ટ દાવપેચ રમાયો છે. દરેક ગેરકાયદે કામ અને દાવપેચ અંધારામાં જ રચાય છે. ગુપચુપ રીતે ફડનવીસનો શપથ સમારોહ શરમજનક છે. આ ગેરકાયદે ગઠબંધન પોતાને જ તબાહ કરશે.
(12:01 am IST)