મુખ્ય સમાચાર
News of Saturday, 23rd November 2019

'મોદી કેર' હેઠળ હવે પ્રાઇવેટ હોસ્પિટલને ઇન્સેન્ટિવ મળશે

યોજનાને વધુ સફળ બનાવવા મોદી સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલને ઇન્સેન્ટિવ આપવા વિચારણા

નવી દિલ્હી તા. ર૩ :.. સપ્ટેમ્બર -ર૦૧૮ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી હતી કે જે મોદી કેર તરીકે પણ ઓળખાય છે, પરંતુ યોગ્ય જાણકારી અને જાગરુકતાના અભાવે લોકોને આ યોજનાનો યોગ્ય લાભ મળી રહ્યો નથી. આ સંજોગોમાં સરકારે ખાનગી હોસ્પિટલને પણ ઇન્સેન્ટિવ આપવા નિર્ણય કર્યો છે, જેથી વધુ ને વધુ લોકો મોદી કેર યોજનાનો લાભ મેળવી શકે.

નેશનલ હેલ્થ ઓથોરીટી (ેએનએચએ) અનુસાર આ પ્રોગ્રામ હેઠળ લગભગ ર૦ હજાર હોસ્પિટલ રજિસ્ટર્ડ છે., જેમાંથી ૬૦ ટકા પ્રાઇવેટ છે. આ સંજોગોમાં હવે પ્રાઇવેટ હોસ્પીટલની ભાગીદારી વધારવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.મોદી કેર યોજના માટે પ્રાઇવેટ હોસ્પિટલની ભાગીદારી વધારવાથી આ પ્રોગ્રામને વધુ સફળતા મળવાની શકયતા છે. આ નાણાકીય વર્ષમાં આ યોજના માટે રૂ. ૬ર૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ એક પરિવારને રૂ. પાંચ લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે.

(3:48 pm IST)