મુખ્ય સમાચાર
News of Saturday, 23rd November 2019

હેમા માલિનીએ સંસદમાં વાંદરાઓની સમસ્યા ઉઠાવતા ટ્વીટર પર યુઝર્સ ભડક્યા :કરી ટ્રોલ

પ્રદુષણ, ભ્રષ્ટાચાર, ગરીબી અને અન્ય સમસ્યાઓ પરંતુ હેમાને તો વાંદરાઓની પડી છે

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને યૂપીના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ મથુરામાં વાંદરાઓને થતી સમસ્યાઓ માટે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને આ મુદ્દાને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો અને વન વિભાગને ત્યાં એક જંગલ સફારી બનાવવાની વિનંતી કરી. હેમાએ સંસદમાં કહ્યું કે તેમના વિસ્તારમાં લોકો વાંદરાઓથી ત્રસ્ત છે. પહેલા ત્યાં જંગલ હતુ હવે વૃક્ષો પણ ગણ્યાં ગાઠ્યાં છે તેના કારણે ભુખ્યાં વાંદરાઓ ઘરમાં ખાવાની શોધમાં ઘુસી જાય છે.

હેમા માલિનીએ કહ્યું કે વાંદરાઓ સમોસા ખાવાનું અને ફ્રૂટી પીવાનું સીખી ગયા છે તેમને હવે ફળો પસંદ નથી આવતા જે સારી વાત નથી.

હેમાની આ વાત સાંભળ્યા બાદ ટ્વિટર પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધુ છે. ટ્રોલર્સનું કહેવુ છે કે દેશમાં પ્રદુષણ, ભ્રષ્ટાચાર, ગરીબી અને અન્ય સમસ્યાઓ છે પરંતુ હેમાને તો વાંદરાઓની પડી છે. એટલુ જ નહી તેમણે ફિલ્મ શોલેના નામ પર પણ હેમાનો મજાક બનાવ્યો છે. કેટલાંક લોકોએ હેમાના નામ પર મીમ્સ પણ શેર કર્યાં છે.

(12:00 am IST)