મુખ્ય સમાચાર
News of Saturday, 23rd October 2021

પશ્ચિમના દેશોની નિંદા કરી ચીન પ્રત્યે દેશભક્તિ દર્શાવવાનો નવો ક્રેઝ : યુરોપીઅન યુનિયન અમેરિકા માટે કૂતરાને કાબુમાં રાખવા જેવું કામ છે : અમેરિકાના ટેક્સાસમાં કોવિદ દરમાં વધારો "ગૃહ યુદ્ધ" સમાન છે જ્યાં "અમેરિકનો જૈવિક યુદ્ધ સાથે એકબીજાને મારી રહ્યા છે : સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું 6.4 મિલિયન ચાહકો ધરાવતું ચાઇનીઝ બ્લોગર ગુયાનમુચનનું નવું બ્લોગર ' ઝીગનવુ '

બેજિંગઃ :  પશ્ચિમના દેશોની નિંદા કરી ચીન પ્રત્યે દેશભક્તિ દર્શાવવાનો નવો ક્રેઝ ચીનમાં શરૂ થયો છે. જે મુજબ અમેરિકાના ટેક્સાસમાં કોવિદ દરમાં વધારો "ગૃહ યુદ્ધ"  સમાન છે જ્યાં "અમેરિકનો જૈવિક યુદ્ધ સાથે એકબીજાને મારી રહ્યા છે . સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું 6.4 મિલિયન ચાહકો ધરાવતું ચાઇનીઝ બ્લોગર ગુયાનમુચનનું નવું બ્લોગર ' ઝીગનવુ ' આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં હોટ કેક સમાન એક પછી એક કોમેન્ટ મુકવામાં આવી રહી છે.

તાજેતરમાં મુકાયેલી એક પોસ્ટ મુજબ યુરોપીઅન યુનિયન અમેરિકા માટે કૂતરાને કાબુમાં રાખવા જેવું કામ છે . અમેરિકાના ટેક્સાસમાં કોવિદ દરમાં વધારો "ગૃહ યુદ્ધ"  સમાન છે જ્યાં "અમેરિકનો જૈવિક યુદ્ધ સાથે એકબીજાને મારી રહ્યા છે .

બ્લોગના પેજ ઉપર વુડ્સમાં ઉભેલી એક સ્વપ્નશીલ યુવતીનું ચિત્ર બતાવાયું છે. આ બ્લોગ ઉપર મુકાતી કોમેન્ટ તથા વિડીઓના  ફોલોવર્સ લાખોની સંખ્યા ધરાવે છે. જેમાં નારીવાદ ,હ્યુમન રાઇટ્સ ,મલ્ટી ક્લચરીઝમ ,ડેમોક્રસી ,સહિતની બાબતોને ધ્યાને રાખી ચીનને ભ્રષ્ટ દેશ તરીકે ચીતરતા લોકોની ભરપૂર નિંદા કરવામાં આવી રહી છે.જે માટે અલગ અલગ કોમેન્ટ કરવામા આવી રહી છે.

બ્લોગ ઉપર ચીનને ખરાબ ચીતરતા લેખકો ,તેમજ તબીબોની પણ ભરપૂર ઝાટકણી કાઢવામાં આવી રહી છે. જેઓએ ચીનને ભાગલાવાદી અથવા કોવિદ -19 નો ફેલાવો કરનારું ગણાવ્યું છે.. દરરોજ આવી જુદી જુદી પોસ્ટ મુકાઈ રહી હોવાથી બ્લોગનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં મોટા ભાગના યુવાનો છે જેમને ચીન અને પ્રેસિડન્ટ પ્રત્યેના દેશભક્તિના પાથ શીખવાઈ રહ્યા છે.

જોકે બ્લોગરને આ માટે સરકાર તરફથી વળતર ન મળે તો પણ તે સેલિબ્રિટી બની જવાથી તેને જાહેરાતની આવક થાય છે.સાથોસાથ ચીન અને પશ્ચિમના દેશો વચ્ચે તનાવ ઉભો થવાની પણ ભીતિ નકારી શકાય નહીં તેવું બીબીસી દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)