મુખ્ય સમાચાર
News of Saturday, 23rd October 2021

કેન્દ્ર સરકારનો હાઇકોર્ટમાં જવાબ

'વિદેશી કંપની' વોટ્સએપ ભારતના કાયદાને પડકારી ન શકે

નવા આઇટી નિયમો તેને કહેવા માટે મજબૂર કરે છે કે એપ પર પહેલો મેસેજ કયાંથી આવ્યો છે : વોટ્સએપ

નવી દિલ્હી તા. ૨૩ : કેન્દ્ર સરકારે આઇટી નિયમોને પડકારતી વોટ્સએપની અરજીનો દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો છે. સરકારે તેને રદ કરવાની હાઇકોર્ટ સમક્ષ માંગ કરી છે. એમ પણ કહ્યું કે આ કેસ સુનાવણી યોગ્ય નથી. કેન્દ્રએ હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ એક વિદેશી વ્યાપારી કંપની છે. ભારતમાં તેનું વ્યવસાયનું કોઈ સ્થાન નથી અને તે તેના વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીને પ્રોત્સાહન આપવાના વ્યવસાયમાં રોકાયેલું છે.

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે વોટ્સએપ એક વિદેશી બિઝનેસ એન્ટિટી છે અને તેની અરજી કોઇ પણ ભારતીય કાયદાની બંધારણીયતાને પડકારતી નથી. હકીકતમાં, સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ ફેસબુક અને વોટ્સએપે નવા આઈટી નિયમો વિરુદ્ઘ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદાઓને પડકાર્યા હતા. જેના પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અગાઉ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. નવા નિયમો અંતર્ગત ફેસબુક, વોટ્સએપ સહિત તમામ મેસેજિંગ એપ માટે પ્રથમ વખત કોણે મેસેજ મોકલ્યો છે તે શોધવું જરૂરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જયોતિ સિંહની ખંડપીઠે કેન્દ્રીય ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને નોટિસ ફટકારી અને જવાબ દાખલ કરવા કહ્યું હતું. ખંડપીઠે મંત્રાલયને આ મામલાની સુનાવણી થાય તે પહેલા તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફેસબુક અને વોટ્સએપે પીટીશનમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા આઈટી નિયમોને પડકારતા કહ્યું છે કે આ કાયદો ગેરબંધારણીય છે અને સાથે જ લોકોના પ્રાઈવસીના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે. અરજીમાં નવા આઇટી નિયમોને રદ કરવાની માંગણી સાથે, અરજીના પડતર ન થાય ત્યાં સુધી નવા નિયમોના અમલીકરણ પર સ્ટે માંગ્યો છે.

મોબાઇલ મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપનું કહેવું છે કે નવા આઇટી નિયમો તેને કહેવા માટે મજબૂર કરે છે કે એપ પર પહેલો મેસેજ કયાંથી આવ્યો છે. આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. વોટ્સએપનું કહેવું છે કે નવા નિયમોની જોગવાઈઓ ગેરબંધારણીય છે. ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટ ગોપનીયતાના અધિકારનું પણ રક્ષણ કરે છે. સરકારના આ નિયમો ષ્ત્ર્ર્ીદ્દસ્નખ્ષ્ટષ્ટદ્ગક્ન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને નિરર્થક બનાવશે કારણ કે તે ખાનગી એજન્સીઓને દરરોજ કરવામાં આવતા વેક-અપ સંદેશાઓનો ડેટા રાખવા માટે દબાણ કરશે, જે ગ્રાહકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે.

વોટ્સએપનું કહેવું છે કે આના કારણે તે લોકો પણ તપાસ એજન્સીઓના રડારમાં આવી શકે છે, જેમણે માત્ર મેસેજ ફોરવર્ડ કર્યો હતો, તેને બનાવ્યો નથી અથવા તે લોકો પણ કે જેમણે તે મેસેજની સત્યતા તપાસવા માટે તેને ફોરવર્ડ કર્યો હતો. વોટ્સએપ માંગ કરી રહ્યું છે કે લાગુ થનારી નવી નીતિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે ગોપનીયતાને સમાપ્ત કરી રહી છે.

(9:50 am IST)