પ્રવાસ માટે કાર - બસના બુકીંગ એકાએક વધવા લાગ્યા
ગાડીઓ બુક કરવાનું સૌથી વધુ સુરતમાં હોય છે જ્યાંના હીરાઘસુઓ મોં માંગ્યા ભાવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં જવા માંગે છે

નવી દિલ્હી તા. ૨૩ : ઉત્સવપ્રિય અને યાત્રા-પ્રવાસ પ્રિય ગુજરાતીઓ આનંદ-ઉત્સાહ માણવાની એક પણ તક જવા દેતા નથી. અત્યારથી જ દિવાળીનાં વેકેશનમાં યાત્રાઓ અને ફરવા જવા માટે કાર-બસ વગેરેનું બુકીંગ કરવા માંડયા છે.
એક અંદાજ પ્રમાણે લગભગ ૩૦ થી ૩૫ રૂપિયે કી.મી.દીઠ ઓછામાં ઓછી દોઢ બે હજાર મીની ટ્રાવેલ બસો જુદા-જુદા ડીસ્ટીનેશન્સ માટે બુક થઈ ચુકી છે તે બતાવે છે કે ગમે તેટલી મોંધવારી હોય લોકો અમદાવાદની બહાર મુખ્યત્વે ઉદેપુર, જોધપુર, જયપુર પહોંચવાની તક જવા દેતા નથી.
અમદાવાદની એક મોટી ટ્રાવેલ કંપનીનાં માલિકનાં જણાવ્યા અનુસાર તેઓની ૪૦ થી ૫૦ મીની ટ્રાવેલ બસો પ્રવાસ માટે બુક થઈ ગઈ છે અને ભાવ ૩૫ રૂપિયા કી.મી. જે ગયા વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકા વધારે છે.
તેઓનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૫ થી ૬ હજાર આવી બસો અને ઈનોવા જેવી મોટી ગાડીઓ બે અને આ તમામ ગાડીઓ દિવાળી વેકેશન માટે બુક થવા માંડી છે.
આવી ગાડીઓ બુક કરવાનું સૌથી વધુ સુરતમાં હોય છે જયાંના હીરાઘસુઓ મોં માંગ્યા ભાવે સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ભારતમાં જવા માંગે છે. એક અંદાજ મુજબ આ ગાડીઓનાં ડ્રાઈવર અને કલીનર અગાઉ કરતાં લગભશ બમણા ભાવે હાલમાં નોકરી કરવાનું પસંદ કરે છે અને આ વર્ષે કોરોના ગયા વર્ષ કરતા ઘણો ઘટી જતા અને પ્રવાસમાં કોઈ રીસ્ટ્રીકશન્સ નહીં હોવાથી ગાડીઓ ફટાફટ બુક થવા માંડી છે.
આ ડ્રાઈવરને પગાર ઉપરાંત હવે રૂ.૩૦૦ ની જગ્યાએ રૂ.૪૦૦ જમવાનાં આપવા પડે છે. જયારે કલીનરને રૂ.૨૦૦ આપવા પડે છે. હાલમાં આ ટ્રાવેલ બીઝનેશમાં બધુ થઈને ગુજરાતમાં લગભગ ૧ લાખ લોકોને રોજી મળે છે. જયારે ટ્રાવેલ કંપનીના માલિકોનો વર્ષે દહાડે ૪૦ થી ૫૦ કરોડનો બીઝનેશ થાય છે.