મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

વ્હોટસ એપ લઇને આવ્યું નવું ફીચર : ફોરેવર મ્યૂટ

કોઇ પણ યુઝર તેના કોઇ પણ કોન્ટેકટને મ્યૂટ કરી શકશે અને તે પણ દ્યણા વર્ષો સુધી. છેલ્લા દ્યણા સમયથી આ ફીચર માટે પ્રોસેસ ચાલી રહી હતી અને હવે તમે વ્હોટ્સએપ અપડેટ કરશો એટલે તમને આ ફીચર જોવા મળશે.  મ્યૂટના ઓપ્શનમાં પહેલા ૮ કલાક, એક અઠવાડિયુ અને એક વર્ષનો ઓપ્શન આપવામાં આવતા હતા પરંતુ હવે તે જ ઓપ્શનમાં ૧ વર્ષને ઓલ્વેઝના ઓપ્શન સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે.

વ્હોટ્સઅઙ્ખપ અઙ્ખપ બીટા ટેસ્ટ દ્યણા મહિનાઓથી કરવામાં આવ્યો અને બાદમાં આ ફીચરને લાવવામાં આવ્યું છે. કદાચ આ ફીચર બહુ મોટુ નહી લાગતું હોય પરંતુ આ ખુબ જ શાંતિ આપનાર ફીચર છે જેનાથી કેટલાક લોકોના ફાલતૂ નોટિફીકેશનથી શાંતિ મળશે.

(3:59 pm IST)