મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

બફારા વચ્ચે મુંબઇના આકાશમાં સાંજે વિજળી ભયજનક રમઝટ બોલાવે છે

મુંબઈ : એક તરફ મેઘરાજા ધીમા પગલે વિદાય લઇ રહ્યા છે ત્યારે બીજીબાજુ મુંબઇમાં ઉકળાટભર્યું વાતાવરણ સર્જાઇ  રહ્યું છે. ખાસ  કરીને છેલ્લા બે -ત્રણ દિવસથી મુંબઇગરાં બપોરે અસહ્ય ઉકળાટ અનભવી રહ્યાં છે.

સાથોસાથ મુંબઇમાં સાંજે ભારે ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ પણ સર્જાય છે. વીજળીના પ્રચંડ કડાકા અને મેઘગર્જનાને કારણે મુંબઇનું ગગન ધુ્રજી  રહ્યું  છે. ગઇ સાંજે  પૂર્વનાં  ઘાટકોપર, મુલુંડ, પવઇમાં  અને પશ્ચિમનાં   અંધેરી, મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં  ગાજવીજનો જબરો માહોલ સર્જાયો હતો. વીજળીના પ્રચંડ કડાકાને કારણે બાળકોમાં અને હૃદય રોગનાં દર્દીઓમાં ભય ફેલાઇ જાય છે.

હવામાન ખાતાનાં સૂત્રોએ હાલ મુંબઇના આકાશમાં વરસાદી વાદળો બંધાવાની કુદરતી પ્રક્રિયા મંદ પડી ગઇ છે. ગગન આખું  ચોખ્ખું અને ભૂરું રહે છે. પરિણામે  સૂર્યનારાયણનાં કિરણો પૃથ્વી પર સીધાં આવતાં હોવાથી  વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સાથોસાથ વાતાવરણમાં ભેજની માત્રા પણ વધી રહી  છે.આમ મુંબઇના તાપમાનમાં પણ વધારો  થઇ રહ્યો છે.

(3:11 pm IST)