મુખ્ય સમાચાર
News of Friday, 23rd October 2020

ડુંગળીના ભાવો સમગ્ર મહારાષ્ટ્રને રોવડાવે છેઃ કિલોના ૮૦ થી ૧૦૦ રૂપિયા

મુંબઇઃ એક તરફ શાકભાજીના ભાવમાં તોતીંગ વધારો થઇ રહયો છે. તો બીજીબાજુ ગરીબો અને સામાન્ય માનવીની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પણ અચાનક ઉછાળો આવ્યો છે. એવી માહિતી કાંદા બજારના સુત્રોએ આપી હતી.

બુધવારે મુંબઇમાં કાંદાના ભાવ (પ્રતિકિલો) ૬૦-૮૦, પુણેમાં ૧૦૦-૧૨૦ રુપિયા અને નાશિકમાં ૮૦ રૂપિયા રહયા હતા.

આ સુત્રોએ માહિતી આપી હતી કે બુધવારે ડુંગળીના સૌથી મોટા ગણાતા નાસીકના લાસનગાંવ જથ્થાબંધ બજારમાં કાંદાના ભાવમાં વધારો નોંધાયો હતો. ત્યારબાદ ડુંગળીના ભાવમાં આખા મહારાષ્ટ્રમાં પણ મોટો ઉછાળો થયો હતો. બુધવારે મુંબઇમાં કાંદાના ભાવ (પ્રતિકિલો) ૮૦-૧૦૦ રુપિયા થયો હતો જયારે પુણેમાં ૧૦૦-૧૨૦ રુપિયા થઇ ગયો હતો.

 જો કે વાશીની કૃષિ બજાર સમિતિના એક મોટા વેપારીએ એવી માહિતી આપી હતી કે ગુરૂવારે મુંબઇમાં ડુંગળીના એક કિલોના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો પણ થયો છે અને ભાવ ૬૦-૭૦ રુપિયા થઇ ગયો છે.

(11:39 am IST)