મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd October 2019

લેવાલી વચ્ચે સેંસેક્સ ૯૫ પોઇન્ટ સુધરીને અંતે બંધ

સેંસેક્સ કારોબારના અંતે ૩૯૦૫૯ની સપાટી પર : નિફ્ટી ૧૬ પોઇન્ટ ઉછળીને ૧૧૬૦૪ની સપાટીએ રહ્યો

મુંબઈ, તા. ૨૩ : શેરબજારમાં આજે તેજીનું મોજુ રહ્યું હતું. પસંદગીના ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક અને અન્ય કંપનીઓના શેરમાં લેવાલી જામી હતી. બેંચમાર્ક એસએન્ડપી બીએસઈ સેંસેક્સ ૯૫ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓ પૈકીના ૧૦ શેરમાં મંદી રહી હતી. એચસીએલ ટેકમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ૩.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડેક્સ આજે ૩૯૧૯૬ અને ૩૮૪૬૬ની ક્રમશઃ ઉંચી અને નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૬૦૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૯૫ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૨૨૩ રહી હતી. સેક્ટરલરીતે જોવામાં આવે તો નિફ્ટી ઓટો અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય સુધારો રહ્યો હતો તેમાં ૧.૩ ટકાથી ૧.૮ ટકા વચ્ચેનો સુધારો રહ્યો હતો. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો.

         ઇન્ફોસીસના શેરમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો પરંતુ મોડેથી રિકવરી રહી હતી. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હવે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ એક ટ્રિલિયન માર્કેટ મૂડીમાં પ્રવેશ કરી ગઈ છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી પ્રવાહી સ્થિતિ વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન નિફ્ટી ઓટો અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં રહેલી કંપનીઓના શેરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આરબીએલ બેંકના શેરમાં આજે નિચલી સર્કિટ ઉપર સ્થિતિ જોવા મળી હતી. જાહેર ક્ષેત્રની બેંકે જુલાઈૃસપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં સૌથી નિરાશાજનક દેખાવ કર્યો છે. આ શેરમાં આજે ૯.૬ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં ગઇકાલે ઉલ્લેખનીય ઘટાડો થયા બાદ આજે પણ આવી જ સ્થિતિ રહી હતી. જો કે, અંતે રિકવરી રહેતા મૂડીરોકાણકારોને રાહત થઇ હતી. તેના શેરમાં ૧ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. ગ્રુપ દ્વારા વિન્ડો ડ્રેસિંગ આક્ષેપોના કારણે બજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. વર્લ્ડ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં રહ્યો હતો તેમાં ૦.૩૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારમાં ઉતારચઢાવ...

*   શેરબજારમાં જુદા જુદા કારણોસર હાલમાં ભારે પ્રવાહી સ્થિતિ

*   મૂડીરોકાણકારો દિવાળી સુધી પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે ઇચ્છુક

*   એચડીએફસી, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક જેવા પસંદગીના ઇન્ડેક્સ હેવીવેઇટમાં લેવાલી રહી

*   ભારતી એરટેલના શેરમાં ૩.૫ ટકાનો ઘટાડો અને એચસીએલ ટેકમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો

*   નિફ્ટી ઇન્ડેક્સ ૧૬ પોઇન્ટ ઉછળીને ૧૧૬૦૪ની સપાટીએ

*   બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨ પોઇન્ટ સુધીનો ઘટાડો નોધાતા સપાટી ૧૪૩૯૫ રહી

*   સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૪ પોઇન્ટનો ઉછાળો રહેતા સપાટી ૧૩૨૨૩ રહી

*   નિફ્ટી ઓટો અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ સુધારો

*   નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો થયો

*   એશિયન શેરબજારમાં ઘટાડાનો દોર રહ્યો

(9:01 pm IST)