મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

POKમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન: પાકિસ્તાની સરકાર-સેના વિરુદ્ધ હજારો લોકો રસ્તામાં ઉતર્યા

ઇમરાન સરકાર અને સેના પર પીઓકે પર ગેરકાયદેસરીતે કબજો કરવાનો આરોપ

 

શ્રીનગર: POK મામલે પાકિસ્તાનની પોલ ખુલી રહી છે ત્યાના સામાન્ય નાગરિકો પાકિસ્તાની સેના અને વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પ્રદર્શન કરતા રોડ પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં  પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન યોજાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા પીઓકેના લોકો તેમની આઝાદી માંગી રહ્યા હતા.

વિરોધ પ્રદર્શનોના કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે જેમાં લોકો કહી રહ્યા છે કે, અહીંના લોકો પર અત્યાચારો થઇ રહ્યા છે, પરંતુ અહીંના નેતાઓ મગરના આંસુ રોઇ રહ્યા છે. પાકિસ્તાન અમને ખાલી દિલાસો આપી રહ્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પાકિસ્તાનની ઇમરાન સરકાર અને સેના પર પીઓકે પર ગેરકાયદેસરીતે કબજો કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.

પાકિસ્તાની સેના કેટલાક વિદેશી રાજદ્વારી સાથે પીઓકે પહોંચી હતી. જેના ઠીક પહેલા ત્યાંના લોકો પાકિસ્તાની સેના વિરુદ્ધ મુઝફ્ફરાબાદના રોડ પર ઉતરી આવ્યા હતા. જેના કારણે વિદેશી રાજકીય મહેમાનો સામે ઇમરાન ખાન સરકારની પોસ ખુલ્લી પડી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનના સિઝફાયર ઉલ્લંઘનનો આકરો જવાબ આપતી કાર્યવાહી કરી હતી, જેમાં ત્રણ આતંકી કેમ્પ નષ્ટ થયા હોવાના અહેવાલ હતા. દરમિયાન કેટલાક આતંકીઓ અને પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. જો કે પાકિસ્તાને જણાવ્યું હતું કે, ભારતના દાવાને નકારી કાઠ્યા હતા, તેણે જણાવ્યું હતું કે ભારત તેના દાવાને સાબિત કરવા માટે આતંકી શિબિરો સુધી વિદેશી રાજદ્વારી કે મીડિયાને ત્યાં લઇ જઇ શકે છે.

(12:22 am IST)