મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

નોટબંધી બાદ 23.5 લાખ લોકોને આવકવેરા વિભાગે નોટીસ ફટકારી પણ માત્ર દોઢ લાખ કરદાતા ઉમેરાયા

 

નવી દિલ્હી :રાઈટ  ટુ ઇન્ફોર્મેશન હેઠળ કરાયેલી એક અરજીના પ્રત્યુત્રમાં આઇટી વિભાગે જણાવ્યું કે, શંકાસ્પદ મોટી રકમ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા બદલ 23.5 લાખ વ્યક્તિઓની ઓળખ કરાઇ અને ખુલાસા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પરથી નોટિસ ફટકાવામાં આવી છે.નોટબંધીમાં એવા છ લાખ પાન કાર્ડ ધારકોને ઓળખી કાઢવામાં આવ્યા છે જેમણે ક્યાંરેય આઇટી રિટર્ન ફાઇલ કર્યું નથી અને તેમાંથી દોઢ લાખ લોકોએ તબક્કાવાર રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કર્યું છે.

  અલબત્ત આરટીઆઇની માહિતીની આ બાબત 7 ઓગસ્ટ, 2018ના રોજ રાજ્યસભામાં રાજ્યકક્ષાના નાણામંત્રી રાજીવપ્રતાવ શુક્લાના પ્રત્યુત્તરથી અલગ છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાનકાર્ડ ધરાવતા હોય પણ આઇટી રિટર્ન ફાઇલ ન કરતા હોય તેવા 2.1 લાખ લોકોને ઓળખવામાં આવ્યાં છે આ લોકોએ ત્યારબાદ.6410 કરોડનો સેલ્ફ- એસેસમેન્ટ ટેક્સ ચૂકવ્યો છે.

(1:11 am IST)