મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

નૈનિતાલમાં થાલ સેવા સમુહ દ્વારા માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજનની સુવિધાઃ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ફંડ અેકત્ર થાય છે

 

નૈનિતાલઃ અરૂણકુમાર પોતાનું ભોજન પૂર્ણ કરીને મીડ ડે મિલ આપનારાઓ માટે દુઆ કરે છે. અરૂણકુમાર પ્રવાસી છે. જે બીજા પ્રાંતમાંથી આવે છે અને શહેરમાં રીક્ષા ચલાવે છે. અરૂણ કુમાર એવા હજારો લોકોમાંથી એક છે જેઓના દિવસના જમવાનો આઘાર થાલ સેવા પર છે. નૈનિતાલમાં થાલ સેવા સમુહ માત્ર 5 રૂ.માં ભરપેટ ભોજન જમાડે છે.

શું છે થાલ સેવા?

થાલ સેવા ઉત્તરાખંડના સ્થાનિક નાગરિકોની એક પહેલ છે. જે સોશિયલ મીડિયાની મદદથી ક્રાઉડ ફંડ એકઠું કરે છે. ઉત્તરખંડના હલદ્વાનીમાં 10 સ્થાનિકોએ સાથે મળીને એક સેવા શરૂ કરી. જેમાં 400 ગ્રામમાં ચોખા, શાક, દાળ અને સલાડ આપવામાં આવે છે. સેવામાં ગૃહિણી, વ્યવસાયિકો અને સ્થાનિક વેપારીઓનો પણ સમાવેશ થાય છે. જેઓ વોટ્સએપ અને ફેસબુક સોશિયલ મીડિયા પરથી ફંડ ભેગુ કરે છે.

બીમાર લોકો પાસેથી નથી લેવાતા કોઈ પૈસા

સેવા શરૂ થતા માત્ર દેશમાંથી નહીં પણ વિદેશમાંથી આર્થિક ફંડ મળવાનું શરૂ થયું. દુબઈ, કેનેડા અને મોરશિયશમાંથી ફંડ પ્રાપ્ત થયું. પહેલનું નેતૃત્વ કરનારા દિનેશ મનસેરા કહે છે કે, જે લોકો હલદ્વાની સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માટે આવે છે તેમને ગ્રૂપ ભોજન પૂરું પાડે છે. બીમાર દર્દીઓને સારું જમવાનું મળી રહે તે હેતું સેવા શરૂ કરવામાં આવી હતી. પછીથી પ્રોજેક્ટને વધુ મોટો થતો ગયો.

શું કહે છે દર્દીના સ્વજનો?

થાલ સેવા વિશે એક દર્દીના સ્વજને કહ્યું કે, મિલ સર્વિસ થાલ સેવા એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ પોતાના સ્વજનોનો ઈલાજ કરાવવા માટે અહીં આવે છે. જેમાં પણ જમવાની જવાબદારીથી સેવા મુક્તિ આપે છે. ઈલાજ માટે આલતા કેટલાક દર્દીઓ પણ એવા હોય છે જેને સારવાર દરમિયાન યોગ્ય જમવાનું પણ મળતું નથી. આવા લોકો માટે સેવા બેસ્ટ છે.

શું કહે છે ફંડ આપતા લોકો?

સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રકારની પહેલનું અમલીકરણ જોતા એક સોફ્ટવેર એન્જિનીયર અને ફંડદાતા કહે છે કે, રીતે દાન કરવાથી સંતોષ મળે છે. કારણ કે દાનથી લોકોને જમવાનું મળી રહે છે, એક મદદ મળી રહે છે. ખાસ કરીને દિવ્યાંગો અને માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે તથા બીમાર લોકો તેઓ પૈસા નથી લેતા મોટી વાત છે.

(5:52 pm IST)