મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

હ્યુંડાઇ દ્વારા મોસ્ટ અવેટેડ કાર નવી સેન્ટ્રો ભારતમાં લોન્ચ

 

મંગળવારે Hyundai પોતાની મોસ્ટ અવેટેડ કાર નવી Santro ભારતમાં લોન્ચ કરી. કંપનીએ કારની શરૂઆતની કિંમત 3.89 લાખ રૂપિયા રાખી છે. હ્યુંડાઈ સેન્ટ્રો 2018ને પાંચ વેરિયંટમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં Dlite, Era, Magna, Sportz અને Asta સામેલ છે. નવી સેન્ટ્રોના બે CNG વેરિયન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ છે. સીએનજી ઓપ્શન Magna અને Sportz વેરિયંટમાં આપવામાં આવ્યો છે. નવી સેન્ટ્રોમાં ડ્રાઈવર એરબેગ અને ABS સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે.

એન્જિન વિશે જાણો

નવી હ્યુંડાઈ સેન્ટ્રોમાં 1.1 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 69 PS પાવર અને 99 Nm ટોર્ક જનરેટ કરે છે. સેન્ટ્રોની CNG કાર 58 Bhp પાવર અને 84 Nm ટોર્ક જનરેટ કરે છે. આમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. Magna અને Sportz વેરિયંટમાં 5 સ્પીડ એએમટી ગિયરબોક્સનો ઓપ્શન આપ્યો છે. સીએનજી વેરિયંટમાં ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ છે.

કેટલી માઈલેજ આપશે?

હ્યુંડાઈનો દાવો છે કે, નવી સેન્ટ્રોના પેટ્રોલ વેરિયંટની માઈલેજ 20.3 કિલોમીટર પ્રતિ લિટર છે. માઈલેજ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને એએમટી બંનેમાં મળશે. તો સીએનજી વેરિયંટમાં 30.5 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ માઈલેજનો દાવો કરવામાં આવ્યો છે. નવી કારની મહત્તમ સ્પીડ 150 કિમી પ્રતિકલાક છે.

7 કલર ઓપ્શન

નવી સેન્ટ્રો સાત કલર ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. સિલ્વર, પોલાર, વ્હાઈટ, સ્ટારડસ્ટ (ડાર્ક ગ્રે), ઈમ્પીરિયલ બેજ, મરીના બ્લૂ, ફિયરી રેડ અને ડાયના ગ્રીન કલરમાં નવી સેન્ટ્રો મળશે. નવી સેન્ટ્રોને K1 પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કારના એક્સટિરિરની વાત કરીએ તો નવી સેન્ટ્રોમાં ઝેડ શેપ કેરેક્ટર લાઈન્સ આપવામાં આવી છે. ફ્રંટમાં ક્રોમ ફિનિશ સાથે કાસકેડિંગ ગ્રિલ અને રિયરમાં ડ્યૂલ ટોન બંપર છે.

ડ્રાઈવરની સાથે પેસેન્જર એરબેગ પણ આપી

નવી કારમાં 7 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ ટોપ વેરિયંટ્સમાં આપવામાં આવી છે. જેમાં એપલ કાર પ્લે, એન્ડ્રોઈડ ઓટો અને મિરર લિંક જેવા ફીચર્સ છે. સેફ્ટીના વાત કરીએ તો કારમાં ABS અને ડ્રાઈવર એરબેગ દરેક વેરિયંટમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. ટોપ મોડલમાં ડ્રાઈવર એરબેગની સાથે પેસેન્જર એરબેગ પણ આપવામાં આવી છે. પાછળની સીટ પર બેસતાં લોકોની સુવિધા માટે રિયર એસી વેન્ટ આપવામાં આવ્યું છે. મજબૂતી માટે 63 ટકા હાઈ સ્ટ્રેંથ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્કિંગ કરવામાં સરળતા રહે તે માટે રિયર પાર્કિંગ કેમેરા આપ્યો છે. જેમાં કીલેસ એન્ટ્રીની પણ સુવિધા છે.

કિંમત

કંપની શરૂઆતના 50,000 ગ્રાહકોને નવી સેન્ટ્રો ખાસ ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ પર આપી રહી છે. નવી સેન્ટ્રો Dliteની કિંમત 3.89 લાખ, Eraની કિંમત 4.24 લાખ, Magnaની કિંમત 4.57 લાખ, Sportzની કિંમત 4.99 લાખ અને Astaની કિંમત 5.45 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો Magna એએમટી વેરિયંટની કિંમત 5.18 લાખ અને Sportz એએમટી વેરિયંટની કિંમત 5.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સીએનજી વેરિયંટની કિંમતની વાત કરીએ તો Magna સીએનજીની કિંમત 5.23 લાખ અને Sportz સીએનજીની કિંમત 5.64 લાખ રૂપિયા છે. કંપનીએ જાહેરાત કરી છે કે કિંમતો સમગ્ર દેશમાં એકસમાન છે.

(5:56 pm IST)