મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

રાહુલ ગાંધી ભાજપ માટે મોટી તાકાતઃ ઓવૈસીના ચાબખા

નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મજલિસે ઇતેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેૈસીએ કહયું કે ભાજપ આજેય ગુલામીના દોૈરમાં જીવી રહેલ છે. આટલા વર્ષો પછી પણ ગુલામીના દોૈરમાંથી બહાર નિકળી શકી નથી. વડાપ્રધાન મોદી એકલા એવા છે જેમની પાસે રાજનીતિક શાસ્ત્રની તમામ ડિગ્રીઓ છે.જયારે રાહુલ ગાંધી પાસે શું છે તેજ હું આજ સુધી સમજી શકયો નથી. ઓવેૈસીએ ત્યાં સુધી કહયું કે રાહુલ ગાંધી ભાજપ માટે એક મોટી તાકાત બની ગયેલ છે. મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્ર ઉપર કામ કરી રહી છે. તેઓ દેશની જનતાને એક જ ચશ્માથી જોઇ રહેલ છે.

ઓવૈસીએ કહયું કે મોદી સરકારમાં મુસલમાનો ઉપર શા માટે પ્રશ્નો સર્જવામાં આવે છે. પીએમઓમાં બે મિશ્રા શું કરી રહયા છે. રામ મંદિર બાબતે મોદી સ્પષ્ટ વલણ કેમ અપનાવતા નથી. સબરીમાલા મંદિર બાબતે કેમ સ્ટેન્ડ સાફ કરતા નથી. ભયંકર વિવાદ વચ્ચે મોદીની ચૂપકીદી ઉપર ભારે કટાક્ષ કરતા કહયું કે આ ટોચના બે અફસરો શા માટે ઝઘડી પડયા?

(4:25 pm IST)