મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

૨૦૧૯માં મારી ભૂમિકા અત્યંત મહત્વની : રાફેલ ડીલ દેશહિતમાં : શરદ પવાર

શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તાથી અળગી રાખવા બિન-ભાજપી પાર્ટીઓના ગઠબંધન પર ભાર આપ્યો છે

મુંબઇ તા. ૨૩ : એનસીપી નેતા શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તાથી અળગી રાખવા બિન-ભાજપી પાર્ટીઓના ગઠબંધન પર ભાર આપ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, તે રાજકારનમાં ગઠબંધનના પક્ષકાર રહ્યાં છે અને તમાન રાજયોમાં આવુ થાય તેમ તે ઈચ્છે છે. એનસીપી અધ્યક્ષે કહ્યું હતું કે, ૨૦૧૯માં બિન-ભાજપી દળોને એક મંચ પર લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હશે.

સાથે જ તેમને રાફેલ યુદ્ઘ વિમાન મામલે શરદ પવારે કહ્યું હતું કે, આ વિમાન દેશ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકાઓ છે તેનું સમાધાન થવું જોઈએ. સીબીઆઈના વિવાદને લઈને મરાઠા નેતાએ મોદી સરકારને ઘેરી હતી.

એક ખાસ વાતચીતમાં મરાઠા નેતા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દે વાતચીત કરી હતી. તેમણે ભાજપને પરાજય આપવા માટે પવારે ગઠબંધનને મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉત્ત્।ર પ્રદેશમાં એસપી-બીએસપીનું સાથે આવવું પણ જરૂરી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન થવું જોઈએ. ભાજપને જો સત્તામાં આવતી રોકવી હોય તો બિન-ભાજપી નેતાઓએ સાથે આવવુ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે પણ કયારેક એકલા હાથે ચૂંટણી લડી નથી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પવારે પોતાની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, દરેક રાજકીય પક્ષો સાથે મારે સારા સંબંધો છે. માટે ૨૦૧૯માં વિરોધ પક્ષના નેતાઓને એક મંચ પર લાવવામાં મારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. હું ભાજપ વિરૂદ્ઘ ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યો છું.

રાફેલ વિમાનને લઈને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. પરંતુ શરદ પવારે ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવનારા યુદ્ઘ વિમાન રાફેલને દેશ માટે મહત્વનું ગણાવ્યું હતું. પરંતુ તેમણે કહ્યું હતું કે, તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકા છે તે દુર થવી જોઈએ. તેમણે ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે, બોફોર્સ મામલે જેસીપીની માંગણી કરનારી ભાજપ રાફેલ મામલે કેમ ચુપ છે?

સીબીઆઈમાં ઉભી થયેલી રામાયણને લઈને શરદ પવારે કહ્યું હતું કે, જો કેન્દ્રની સરકાર સાફ સુથરી હોત તો આવી સ્થિતિ જ ના ઉભી થઈ હોત. સીબીઆઈ પર વડાપ્રધાનના મૌન પર પણ પવારે સવાલ ખડા કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ છે પરંતુ વડાપ્રધાન ચુપ છે. મોદીના મંત્રીઓ માત્ર હસ્તાક્ષર જ કરે છે. મોદી પાસે ટીમ તો પણ ક્ષમતા નથી તેમ પવારે કહ્યું હતું.

(4:12 pm IST)